Vastu Tips: શુ ઘરમાં ચોરી કરીને મની પ્લાંટ લગાવવો યોગ્ય છે ? ન કરશો આ 5 ભૂલ, તિજોરી થઈ જશે ખાલી

Webdunia
બુધવાર, 29 મે 2024 (12:08 IST)
money plant


Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાંતને ખૂબ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જે ઘરમાં મની પ્લાંટનો છોડ હોય છે ત્યા ક્યારેય ધનની કમી રહેતી નથી સાથે જ આવા ઘરમાં મા લક્ષ્મીની કૃપા સદૈવ બની રહે છે.  પણ જો મની પ્લાંટ સાથે જોડાયેલા કેટલાક નિયમોનુ પાલન કરવામાં આવે તો તેનાથી તમને ભારે નુકશાન થઈ શકે છે.  તો ચાલો આ લેખ દ્વારા આજે અમે તમને બતાવીશુ કે મની પ્લાંટનો છોડ લગાવતી વખતે તમારે કંઈ વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે.. સાથે જ એ પણ જાણીશુ કે ચોરી કરીને મની પ્લાંટનો છોદ ઘરમાં લગાવવો જોઈએ કે નહી.  
 
મની પ્લાંટને ચોરી કરીને લગાવવો કે નહી ?
 
આમ તો અનેક લોકોના મનમાં એ સવાલ જરૂર થતો હશે કે મની પ્લાંટને ચોરી કરીને લગાવવો કે નહી. પણ ઉલ્લેખનીય છે કે ચોરી કરીને મની પ્લાંટનો છોડ લગાવવો શુભ માનવામાં આવતો નથી. તમે આ છોડને હંમેશા ખરીને જ લગાવો. એવુ કહેવાય છે કે આ છોડને ચોરી કરીને લગાવવાથી તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. 
 
ભૂલથી પણ કરો આ 5 ભૂલ 
 
1. આ દિશામાં ન લગાવશો મની પ્લાંટનો છોડ 
 
વાસ્તુ કહે છે કે મને પ્લાંટને હંમેશા યોગ્ય દિશામાં લગાવવો જોઈએ. આ છોડને ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં ન લગાવશો. એવુ કહેવાય છે કે આ દિશામાં મની પ્લાંટનો છોડ લગાવવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત ઘરમાં નકારાત્મકતા આવે છે. તેથી મની પ્લાંટને હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં જ લગાવવાથી ઘરમાં બરકત કાયમ રહે છે. 
 
2. મની પ્લાંટની લતાઓ જમીનને અડવી ન જોઈએ 
મની પ્લાંટ ઝડપથી વધનારો છોડ છે. આવામાં આ વાતનુ ખાસ ધ્યાન રાખો કે તેની લતાઓ જમીનને અડે નહી. તમે તેની લતાઓને દોરી કે કોઈ દંડાની મદદથી ઉપરની તરફ ચઢાવી દો. માન્યતા છે કે મની પ્લાંટનો સંબંધ માતા લક્ષ્મી સાથે છે. આવામાં જમીનને અડવાથી માતા લક્ષ્મીનુ અપમાન થાય છે.  
 
3. મની પ્લાંટને સુકવવા ન દેશો 
વાસ્ત મુજબ તમારા ઘરમાં લાગેલા મની પ્લાંટના છોડને ક્યારેય સુકવવા ન દેશો.. કારણ કે સુકાયેલુ મની પ્લાંટ દુર્ભાગ્યનુ પ્રતીક માનવામાં આવે છે.  એવુ કહેવાય છે કે જે ઘરમાં મની પ્લાંટનો છોડ સુકાય જાય છે ત્યા પ્રોગ્રેસ રોકાય જાય છે અને ઘરમાં ગરીબી આવે છે. તેથી આ વાતનુ ધ્યાન રાખો કે આ છોડને ક્યારેય સુકવવા ન દેશો  તમે નિયમિત રૂપથી તેમા પાણી આપતા રહો અને તેની દેખરેખ કરતા રહો. 
 
4. ક્યારે પણ મની પ્લાંટને ઘરની બહાર ન મુકશો 
વાસ્તુ કહે છે કે મની પ્લાંટને ઘરની અંદર જ મુકવુ જોઈએ. કારણ કે આ છોડને ઘરની બહાર લગાવવુ અશુભ માનવામાં આવે છે. તેનાથી તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.  
 
5. કોઈ બીજાને ન આપશો મની પ્લાંટનો છોડ 
વાસ્તુ મુજબ ક્યારેય પણ કોઈ બીજાને મની પ્લાંટનો છોડ આપવો જોઈએ નહી. ભલે તે તમારો કેટલો પણ નિકટનો કેમ ન હોય.  વાસ્તુ મુજબ બીજાને મની પ્લાંટનો છોડ ભેટ કરવાથી ઘરની બરકત જતી રહે છે. 
 

સંબંધિત સમાચાર

Next Article