આસોપાલવનુ વૃક્ષ હિન્દુ ધર્મમાં ખૂબ જ પૂજનીય છે. આ ઝાડના પાનનો પ્રયોગ મોટેભાગે ધાર્મિક પૂજા પાઠમાં થાય છે. આસોપાલવનુ ઝાડ જેને અહિંસા વૃક્ષ પણ કહે છે. હિન્દુ ધર્મમાં આ એક પવિત્ર ઝાડ માનવામાં આવે છે. જો તમારી આર્થિક સ્થિતિમાં તમે સુધારો કરવા માંગો છો અને ધન સંપન્નતાને કાયમ રાખવા માંગો છો તો જાણી લો આસોપલવના વૃક્ષના પાનના આ અચૂક ઉપાય
ધન ધાન્યમાં વૃદ્ધિ માટે અપનાવો આ 5 વાસ્તુ ટિપ્સ
- માન્યતા છે કે આસોપાલવના પાનને ઘરમાં મુકવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. શુક્રવારના દિવસે 11 આસોપાલવના પાનને એક લાલ કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં મુકી દો. આવુ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
- આસોપાલવના ઝાડ પર રોજ જળ અર્પિત કરવાથી મા ભગવતીની કૃપા બની રહે છે. શાસ્ત્રો મુજબ જે લોકો નિયમિત રૂપથી આસોપાલવના ઝાડ પર જળ ચઢાવે છે તેમને માનસિક રોગ, ગૃહ ક્લેશ, કર્જ વગેરે સમસ્યાઓથી જલ્દી મુક્તિ મળે છે. આ સાથે જ અશોક વૃક્ષની નીચે ઘી નો દીવો પ્રગટાવવાથી ઘરમાં નેગેટિવ ઉર્જા પ્રવેશ કરતી નથી.