વાસ્તુના 5 ટિપ્સ દરેક ઘર માટે શુભ અને લાભકારી

બુધવાર, 30 એપ્રિલ 2025 (17:08 IST)
vastu tips



વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘણી વખત વ્યક્તિના સુખ અને સમૃદ્ધિમાં અવરોધ આવવાનું કારણ ઘરનું વાસ્તુ હોય છે જેના વિશે તેને ખબર હોતી નથી. વાસ્તુ સંબંધિત ભૂલોને કારણે, વ્યક્તિ માનસિક રીતે પીડાય છે અને નાણાકીય સમસ્યાઓનો સામનો કરે છે. વાસ્તવમાં, વાસ્તુ સંબંધિત ખામીઓ ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે છે અને તમારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે કેટલાક ઉપાયો અજમાવો છો, તો તમને સમસ્યાઓમાંથી ઘણી હદ સુધી રાહત મળી શકે છે.
 
ઘરની ઉત્તર દિશામાં દેવી લક્ષ્મીની એવી 
તસ્વીર લગાવો જેમા તે કમલના આસન પર 
વિરાજમાન હોય અને સુવર્ણ મુદ્રાઓ પાડી 
રહ્યા હોય આવી તસ્વીર લગાવવી શુભ હોય 
છે. તેનાથી ઘરમાં સમૃદ્ધિનો વાસ થાય છે.  
  
ઘરના મુખિયા જો ભગવાન શિવ અને ચંદ્ર દેવ 
ના મંત્રોનો જાપ રોજ કરે છે તો તેમને ત્યા 
સુખ અને શાંતિનો વાસ રહે છે. વાસ્તુના નિયમ 
મુજબ ઘરના વડીલોએ નિયમિત શિવજીના 
મંત્રોનો જાપ કરવો જોઈએ તેનાથી બરકત આવે છે  
 
જો તમે ઘરન દક્ષિણ પશ્ચિમ ભા ગને ઊંચો રાખશો 
તો આ શુભ રહે છે ઘરમાં ઉન્નતિ અને શાંતિનો વાસ 
થાય છે. મકાનના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ટેકરો કે 
પત્થર હોય તો આ ખૂબ જ લાભદાયી છે.  
 
આખા ઘરમાં એક મુખ્ય દર્પણ હોવુ જોઈએ. જેને 
તમે પૂર્વી અને ઉત્તરી દિવાલો પર લગાવો. ઘરના 
મુખ્ય દરવાજા પર ક્યારેય કાંચ ન લગાવશો. 
ઉત્તર દિશામાં દર્પણ લગાવવાથી આવક અને 
ધનમાં વૃદ્ધિ થાય છે.  
 
ઘરના મુખ્ય દરવાજા પર કાળા ઘોડાની નાળ 
લગાવવી શુભ માનવામાં આવે છે. નાળનુ 
મોઢુ નીચેની બાજુ  હોવુ જોઈએ. એવી માન્યતા 
છે કે તેનાથી ખરાબ દ્રષ્ટિથી બચાવ થાય છે અને 
ઘરમાં રહેનારા લોકોનો પ્રોગ્રેસ થાય છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર