રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર છે. આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. જો તમારી પાસે કન્ફર્મ ટ્રેન રિઝર્વેશન ટિકિટ છે, પરંતુ તમે કોઈ અન્ય મહત્વપૂર્ણ કામને કારણે મુસાફરી કરી શકતા નથી, તો તમે આ ટિકિટ તમારા પરિવારના કોઈપણ સભ્યને અથવા કોઈપણ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકો છો. અથવા તમે આ ટિકિટ કોઈપણ જરૂરિયાતમંદને આપી શકો છો. ચાલો જાણીએ આ ખાસ ફીચર વિશે.
તમારી ટિકિટ પરિવારના સભ્યોને ટ્રાન્સફર કરો
મુસાફર તેની કન્ફર્મ ટિકિટ તેના પરિવારના અન્ય સભ્ય જેમ કે પિતા, માતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પતિ અને પત્નીના નામે ટ્રાન્સફર કરી શકે છે. આ માટે પેસેન્જરે ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા રિક્વેસ્ટ આપવી પડશે. આ પછી, ટિકિટ પર પેસેન્જરનું નામ કાપી નાખવામાં આવે છે અને જે સભ્યના નામે ટિકિટ ટ્રાન્સફર કરવામાં આવી છે તેનું નામ મૂકવામાં આવે છે.