નાણાકીય મંત્રી અરુણ જેટલી આજે લોકસભામાં મોદી સરકારનુ સતત પાંચમુ બજેટ રજુ કર્યુ. પોતાના બજેટ ભાષણમાં આજે અરુણ જેટલીએ જણાવ્યુ કે 4 વર્ષમાં ટેક્સ આપનારાઓની સંખ્યામાં વધારો થયો છે. 19.25 લાખ નવા ટેક્સ પેયર્સ વધ્યા છે. કાળા નાણા વિરુદ્ધના પગલાની અસર એ થઈ કે 90 હજાર કરોડ ટેક્સ કલેક્શન વધ્યુ છે. નાણાકીય મંત્રીએ ઈંકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. હવે ઈનકમ ટેક્સ સ્લેબ એ જ રહેશે જે 2017-18માં હતો
કરદાતાઓને આ બજેટથી ખાસી આશા હતી. કરમુક્ત આવકની સીમા વધારીને 3 લાખ રૂપિયા કરી શકાતી હતી. જ્યારે કે અઢી લાખથી પાંચ લાખ રૂપિયાની આવક પર પાંચ ટકાના દરથી કર લાગ્યુ છે.
ટેક્સ સ્લેબ આ પ્રમાણે છે
ટેક્સમાં છૂટ
-3.5 લાખ રૂપિયા સુધીની આવક પર 2500ની છૂટ 87 એ હેઠળ મળે છે મતલબ તમારા કુલ ટેક્સમાંથી 2500 રૂપિયા ઘટી જાય છે. આ કારણે 3 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી થઈ જાય છે.
- 50 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીની આવક પર 10 ટકા સરચાર્જ
- 1 કરોડ રૂપિયાથી ઉપરની આવક પર 15 ટકા સરચાર્જ
સેસ
- કુલ આવક પર 3 ટકા સેસ અને સાથે સરચાર્જ
ઈનકમ ટેક્સ સ્લેબ (60 વર્ષથી વધુ અને 80 વર્ષથી ઓછા માટે )