Tarak Mehta Ka Oolta Chashmah: શો ના સભ્યને થયો કોરોના વાયરસ, હાલ શૂટિંગ નહોતી કરી રહી

Webdunia
બુધવાર, 30 સપ્ટેમ્બર 2020 (14:57 IST)
કોરોના વાયરસનો કહેર ચાલુ છે. ઘણી ટીવી અને ફિલ્મ હસ્તીઓ પણ તેના શિકાર બની ચુકી છે અને હવે આ યાદીમાં વધુ એક  નામ જોડાય ગયુ છે. આ વખતે સમાચાર ટીવી જગતના લોકપ્રિય કાર્યક્રમોમાંથી  એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પરથી છે. તારક મહેતાના ઊલ્ટા ચશ્માના કાસ્ટ સભ્ય કોરોના વાયરસ પરીક્ષણ હકારાત્મક બહાર આવ્યા છે. ખરેખર, શોમાં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવનારી અભિનેત્રી પ્રિયા આહુજાને કોરોના વાયરસથી સંક્રમિત થઈ  અને તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા તેના વિશે માહિતી આપી છે.
ગયા વર્ષે નવેમ્બરમાં અભિનેત્રીએ એક બાળકને જન્મ આપ્યો હતો. જેથી આ અભિનેત્રી મેટરનીટિ બ્રેક્સને કારણે હાલ શૂટિંગ કરી રહી નથી. હવે પ્રિયાએ સોશ્યલ મીડિયા પર કોવિડ -19 પોઝિટિવ હોવાનું જણાવ્યું છે. પ્રિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું છે- 'આ મારું કર્તવ્ય છે કે તમને કહેવું કે મારો કોવિડનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને મને કોઈ લક્ષણ નથી  હું એકદમ ઠીક છું અને  બીએમસી તેમજ ડોક્ટરે આપેલી સલાહનુ પાલન કરી રહી છુ. 
તેણે આગળ  જણાવ્યુ  'હું ઘરમાં જ ક્વારાંટાઈન છું. જો તમારામાંથી કોઈ પણ છેલ્લા 2-3 દિવસમાં મારા સંપર્કમાં આવ્યા હોય, તો કૃપા કરીને પોતાનુ ચેકિંગ કરાવી લે.  હું શૂટિંગ કરી રહી નથી, ઘરમાં જ હતી છતા પણ મને કોરોના વાયરસ થયો.  તમારી જાતને સુરક્ષિત કરો અને માસ્ક પહેરવાનું ભૂલશો નહીં અને તેને હલકામાં ન લો.  મારા અને મારા દીકરા માટે પણ પ્રાર્થના કરો. હવે શો સાથે સંકળાયેલા લોકો જલ્દીથી તેની રિકવરીની ઇચ્છા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
આ શોમાં જેઠાલાલનુ પાત્ર ભજવનારા દિલીપ જોશીએ અભિનેત્રીની પોસ્ટ પર ટિપ્પણી કરી હતી કે, 'અમે જરૂર તમારા જલ્દી ઠીક થવા માટે પ્રાર્થના કરીશુ. પ્રિયા ધ્યાન રાખો અને જલ્દી ઠીક થઈ જાવ.  સાથે જ  શોના નિર્દેશકે પણ તેને જલ્દીથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. આ સિવાય ઘણા સ્ટાર્સ અને ચાહકો અભિનેત્રીની જલ્દી તબિયત ઠીક થાય  તેવી શુભેચ્છા પાઠવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article