KBC 13: અમિતભ બચ્ચન સામે પોપટલાલે કરી લગ્નની ફરમાઈશ, બોલ્યા - કચરો વાળતા અને લોટ બાંધતા આવડે છે

Webdunia
મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (16:29 IST)
કૌન બનેગા કરોડપતિ 13 (Kaun Banega Crorepati13) ના મંચ પર આ અઠવાડિયાથી શાનદાર શુક્રવારના એપિસોડમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ની આખી ટીમ જોવા મળવાની છે. આ શો દરમિયાન ખૂબ મજાક મસ્તી થશે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પોપટલાલ  (Popatlal)પોતાના લગ્નની વાત પણ કરવાના છે. ઉલ્લેખનીય છે કે પોપટલાલનુ પાત્ર અભિનેતા શ્યામ પાઠક (Shyam Pathak)ભજવી રહ્યા ક છે. પોપટલા મહાનાયક અભિનેતાને ડાયરેક્ટ પોતાના લગ્ન કરાવવાની ભલામણ કરે છે. આ સાંભળીને બિગ બી ને નવાઈ લાગે છે. 

 
પોપટલાલે લગ્ન કરાવવા માટે બિગ બી સામે જોડ્યા હાથ 
 
ચેનલને તાજેતરમાં જ કેબીસી 13 (KBC 13)ના શાનદા શુક્રવારનો નવો પ્રોમો રજુ કર્યો છે. આ પ્રોમોમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)શો માં એટ્રી કરતા બતાવાયા છે.. સાથે જ પોપટલાલ, અમિતાબ્ભ બચ્ચન સામે હાથ જોડીને પોતાના લગ્ન કરાવવાની વિનંતી કરે છે.  પોપટલાલની આ વાત સાંભળીને અમિતાભ નવાઈ પામે છે. ત્યારબાદ પત્રકાર પોપટલાલ અમિતાભને કહે છે, લોટ બાંધુ છુ.. ફર્સ્ટ ક્લાસ અને લોકડાઉનમાં કચરા-પોતુ.. પોપટલાલની આ વાત સાંભળીને બધા હસી પડે છે.  બીજી બાજુ અમિતાભ બચ્ચન પણ તેમનાથી ખૂબ પ્રભાવિત થાય છે અને કહે છે.. અરે વાહ શાબાશ.. ઉલ્લેખનીય છે કે સીરિયલમાં પોપટલાલ પોતાના લગ્નને લઈને હંમેશા પરેશાન રહે છે. 

 
જેઠાલાલે બતાવ્યો સીટિંગ પ્લાન 
 
આ પહેલા અમિતાભ બચ્ચન 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની આખી ટીમને જોઈને કહે છે, "સીટ તો માત્ર બે છે, પણ તમે 21 લોકો છો."તમે શું કરશો, તો જેઠાલાલ સીટિંગ પ્લાન બતાવતા કહે છે કે ત્યાં 2 લોકો બેસશે અને બાકીના લોકો. જમીન પર પંગત લગાવીને તાળીઓ પાડશે. જેઠાલાલની વાત સાંભળીને અમિતાભ બચ્ચન કહે છે, 'હે ભગવાન'! આના પર પણ બધા હસવા લાગે છે 
 
‘KBC 13’ ના મંચ પર થશે ગરબા 
 
પ્રોમોના અંતમાં બતાવવામાં આવ્યું છે કે અમિતાભ બચ્ચન દર વખતની જેમ ગેમ્સ વચ્ચે બ્રેક લેવા માંગે છે અને તેઓ કહે છે, 'સમય આવી ગયો છે, નાનો બ્રેક.' તેમની વાત સાંભળીને જેઠાલાલ જલ્દીથી જઈને ખાવા પીવાનો સામાન લઈને આવે છે. આ ઉપરાંત જેઠાલાલ કહે છે કે 'એક ગરબા તો બનતા ​​હી હૈ'.
 
 

સંબંધિત સમાચાર

Next Article