Navratri Bhog recipe- આજે નવરાત્રીનુ બીજુ દિવસ છે તેથી આજે ભક્ત માતા બ્રહ્મચારિનીની પૂજા કરશે. નારિયેળની મીઠી ખીર માતા બ્રહ્મચારિણીને ખૂબ પ્રિય છે. તેથી તમે તેને ભોગ લગાવવા માટે ઝટપટ આ રેસીપી બનાવો અને પૂજા પછી તેને અર્પિત કરવી. નારિયેળની મીઠી ખીર ખૂબ સરળ છે અને તે તમે ખૂબ ઓછા સમયમાં બનાવીને તૈયાર કરી શકો છો.
નારિયેળની ખીર બનાવવા માટેની સામગ્રી
1 લીટર ફુલ ક્રીમ દૂધ
1 મધ્યમ કદનું કાચું નારિયેળ
ખાંડ સ્વાદ મુજબ
8-10 સમારેલા કાજુ
8-10 સમારેલી બદામ
8-10 સમારેલી કિસમિસ
અડધી ચમચી લીલી ઈલાયચી પાવડર
કાચા નાળિયેરની ખીર બનાવવાની રીત
ખીર બનાવવા માટે એક પેનમાં દૂધ ગરમ કરો.
કાચા નારિયેળને તોડી, તેની છાલ ઉતારી, બારીક કાપો અને મિક્સરમાં પીસી લો.
દૂધ ઉકળે એટલે તેમાં નારિયેળ નાખીને મધ્યમ તાપ પર થવા દો.
જ્યારે ખીર ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં ડ્રાયફ્રૂટ્સ, ખાંડ અને એલચી પાવડર નાખીને મિક્સ કરો.
દરેક વસ્તુને મધ્યમ તાપ પર રાંધવા દો, જ્યારે નારિયેળ અને ડ્રાયફ્રુટ્સ રંધાઈ જાય, ત્યારે તાપ બંધ કરી દેવી માતાને પ્રસાદ આપવા માટે તેને બાઉલમાં કાઢી લો.