Mango Recipe - મેંગો કોકોનટ બરફી

Webdunia
સોમવાર, 17 જૂન 2024 (18:38 IST)
mango coconut barfi
ઉનાળાની ઋતુમાં જો કોઈ ફળનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવતો હોય તો તે 'કેરી' છે. એક રીતે જોઈએ તો તે ઉનાળાની ઋતુનું સૌથી પ્રિય ફળ પણ છે. આ સિઝનમાં ઘણા લોકોને કેરી ખાવાની સાથે તેનો જ્યુસ પીવુ પણ ગમે છે. પરંતુ, એક કે બે કેરીની મદદથી તમે ઉત્તમ અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો.  આજે આ લેખમાં અમે તમને કેરીમાંથી તૈયાર કરવામાં આવેલી કેટલીક સ્વાદિષ્ટ અને અદ્ભુત વાનગીઓ વિશે બતાવી રહ્યા છીએ, જેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.

વાનગી  -  1 નંગ કેરીનો પલ્પ, દૂધ - 1/2 કપ, ખાંડ - 1/2 કપ, છીણેલું નારિયેળ - 3 કપ, એલચી પાવડર - 1/2 કપ, ચણાનો લોટ - 2 ચમચી, માખણ - 1/2 ચમચી.
 
બનાવવાની રીત - 
 
- સૌથી પહેલા મિક્સરમાં કેરીનો પલ્પ, દૂધ અને ચણાનો લોટ નાખીને બરાબર મિક્ષ કરી લો.
-  હવે તેમાં છીણેલું નારિયેળ અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી પ્લેટમાં કાઢી લો.
- એક પેનમાં માખણ નાંખો અને તેને ગરમ કરો. માખણ ગરમ થયા પછી, બંને મિશ્રણને મિક્સ કરો અને લગભગ 10 મિનિટ સુધી પકાવો.
- 10 મિનિટ પછી, એલચી પાવડર નાખો અને તે ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો અને તેને ઘી લગાવેલી થાળીમાં પાથરી દો. 
- હવે તેને બરફીના આકારમાં કાપા પાડી  લો અને થોડી વાર ઠંડુ થાય પછી તેને ખાવા માટે સર્વ કરો.

સંબંધિત સમાચાર

Next Article