પાલનપુરમાં રાકેશ ટિકૈતનો વિરોધ કરી રહેલા ભાજપ કાર્યકર્તાની ધોલાઇ

Webdunia
સોમવાર, 5 એપ્રિલ 2021 (08:52 IST)
ભારતીય કિસાન યૂનિયન નેતા રાકેશ ટિકૈત રવિવારે ખેડૂતોનો અવાજ બુલંદ કરવા માટે બે દિવસની યાત્રા પર ગુજરાત પહોંચ્યા છે. રાકેશ ટિકૈતની પાલનપુરમાં સભા દરમિયાન ભાજપના કાર્યકર્તા દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યાં ખેડૂતોએ ભાજપ કાર્યકર્તાની ધોલાઇ કરી હતી. ત્યારબાદ પોલીસે તેમને કસ્ટડી લીધા હતા. 
 
રાકેશ ટિકૈત રવિવારે સવારે રાજધાની એક્સપ્રેસ દ્રારા માઉન્ટ આબુ પહોંચ્યા હતા. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા ગુજરાતના જાટ મસાભાએ તેમનું જોરદાર સ્વાગત કર્યું. અંબાજી સર્કિટ હાઉસ પહોંચતાં ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલાએ તેમનું સ્વાગત કર્યું તથા બધાએ મા અંબાના દર્શન કર્યા હતા. 
 
પોલીસે રાકેશ ટિકૈતની સુરક્ષા માટે વ્યાપક વ્યવસ્થા કરી છે. 50થી વધુ ગાડીઓના કાફલા સાથે રાકેશ ટિકૈત, શંકર સિંહ વાઘેલા, યુદ્ધવીર સિંહ, જાટ મહાસભાના સંરક્ષક ધર્મપાલ ચૌધરી, અધ્યૅક્ષ સુભાષ ચૌધરી સહિત ઘણા નેતાઓએ કિસાન સંવાદમાં ભાગ લીધો હતો. આ દરમિયાન એક યુવકે રાકેશ ટિકૈતનો વિરોધ કરતાં તેમને કાળા વાવટા બતાવ્યા હતા જેથી ખેડૂતોએ યુવક સાથે મારઝૂડ કરી હતી.
 
રાકેશ ટિકૈત પોતાની બે દિવસની યાત્રા દરમિયાન, સાબરમતી આશ્રમ, વડોદરા તથા ભરૂચના ગુરૂદ્રારા તથા સરદાર પટેલના સત્યાગ્રહ ભૂમિ બારડોલ પણ જશે

સંબંધિત સમાચાર

Next Article