ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીના કાંઠાના ગામો અને વિસ્તારોને સાવચેત રહેવા સૂચના

Webdunia
ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (18:23 IST)
નાયબ કાર્યપાલક ઇજનેર, પૂર નિયંત્રણ કક્ષ, અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળ અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સાબરમતી નદી ઉપર સ્થિત ધરોઈ ડેમમાં પાણીની આવકને ધ્યાનમાં લઇ પાણી છોડાઈ રહ્યું છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ધરોઈ ડેમની નીચે વાસમાં ૬૬૮૦૦ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું, જે ક્રમશ વધીને ૧,૦૦,૦૦૦ ક્યુસેક સુધીનો પ્રવાહ થઈ શકે તેમ છે. 
 
 
જેથી આ અંગે અમદાવાદ શહેરના નદીકાંઠાના વિસ્તારો તથા ધોળકા તાલુકાના આંબલિયારા, ચંડીસર, જલાલપુર વજીફા, ખત્રીપુર, રાજપુર, સરોડા તથા સાથલ તેમજ ખેડા જિલ્લાના માતર તાલુકાના રસીકપુર, વારસંગ તથા ખેડા તાલુકાના નાની કલોલી, મોટી કલોલી, રડુ, પથાપુરા, કઠવાડા અને આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ગોલાણા જેવા ગામોને અસર થવાની સંભાવના હોઇ સંબધિત ગામના નાગરિકોને સાબરમતી નદીના કાંઠે નહિ જવા તથા સાવચેત રહેવા અમદાવાદ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એમ.સી.મકવાણાએ જણાવ્યુ છે.

સંબંધિત સમાચાર

Next Article