ટ્રકમાં ઓવરલોડ મગફળીની ગુણીઓ ભરી ટ્રકમાંથી સરકી ગઈ

Webdunia
સોમવાર, 23 ડિસેમ્બર 2024 (09:22 IST)
social media
જામનગર લાલપુર હાઇવે પર એક ટ્રકમાંની મગફળીની ગુણીઓ ભરી ટ્રકમાં ઓવરલોડ લઈને જતો હતો, ત્યારે હાઇવે રોડ પર 8થી 10 ગુણી ટ્રકમાંથી સરકી ગઈ, ગુણીઓ સરકી જતાં સામેથી આવતા વાહનો ઉપર પડતાં પડતાં સહેજ માટે રહી ગઈ હતી. જેથી મગફળી ઓવડલોડ ટ્રકને કારણે ગંભીર અકસ્માત સર્જાતા અટક્યો હતો.
 
જ્યારે આ વીડિયો હાઇવે પર ટ્રક ભરેલા મગફળીની પાછળ જતી મોટરકારમાંથી ઉતારેલો હોય તેવી માહિતી મળી રહી છે . જામનગર નજીક આવેલા લાલપુર બાયપાસ પાસે જતો હોય તે રસ્તો હોય તેવી હાલ કારમાંથી ઉતારેલા વીડિયોની વાતચીતમાંથી માલૂમ પડી રહ્યું છે.

<

જામનગર હાઈવે પર ચાલુ ટ્રકમાંથી મગફળીની ગુણો પડી, ઓવરલોડેડ ટ્રકનો વીડિયો વાઈરલ#hellorajkot #rajkot #ourrajkot #news #jamnagar pic.twitter.com/1GCeKJnRi8

— Our Rajkot (@our_rajkot) December 22, 2024 >
 

સંબંધિત સમાચાર

Next Article