આજે તારીખ 15 ઓગષ્ટના 75મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની જૂનાગઢ ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. સવારે 9 વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. નાગરિકોને સંબોધતા મુખ્યમંત્રીએ લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટનું સૂત્ર આપ્યું હતું અને દેશહિતને ધ્યાનમાં રાખીને લોકોને કામ કરવા જણાવ્યું હતું.
જૂનાગઢથી ગુજરાતીઓને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, મા ભારતીની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓને નમન. આવો સંકલ્પ લઇએ કે, સશક્ત, સમૃદ્ધ તથા આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પુરી નિષ્ઠા તથા લગનથી કાર્ય કરીશું.
છેલ્લા બે વર્ષ થી કોરોના સામે ગુજરાત પણ લડત ચલાવી રહ્યું છે. માસ્ક, પીપીઈ કીટ સહિતનું મેડિકલ સામગ્રીનું ઉત્પાદન કરી રહ્યું છે. કોરોનાની બીજી લહેરના અનુભવો આધારે ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યા છીએ. ભગવાન કરે ને ત્રીજી લહેર ન આવે. વેક્સિનમાં 4 કરોડ ડોઝ આપી ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. કોરોના વોરિયર્સનું ઋણ સ્વીકારીએ છીએ. તેમજ જે કોરોના વોરિયર્સે જીવ ગુમાવ્યા છે તેમના માટે સંવેદના વ્યક્ત કરુ છું.
કોરોનાની ગંભીર આપદામાં કુદરતી આપદા પણ આવી ગઈ. તૌકતે વાવાઝોડએ તારાજી સર્જી, જેની સામે આપણે એક હજાર કરોડ રૂપિયાનું પેકેજ ચૂકવ્યું છે. તૌકતે વાવાઝોડાની આફતમાં સરકાર રાતભર જાગીને લોકોને સધિયારો આપ્યો. ખેતી નુકસાન, માછીમાર નુકસાન, કેશડોલ મળીને ૧ હજાર કરોડનું પેકેજ ગુજરાતને સોંપ્યું. બીજી તરફ, સરકાર વતન પ્રેમ યોજના લાવી રહી છે. જેમાં 40 ટકા સરકાર ખર્ચ આપશે. ગુજરાતની સ્પર્ધા હવે અન્ય રાજ્યો સાથે નહિ, પણ વિશ્વ સાથે છે.
CMએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ગુજરાત પોતાના લક્ષ્યાંકો નક્કી કરી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી કોરોના સામે ગુજરાત પણ લડત ચલાવી રહ્યું છે. માસ્ક, પીપીઈ કીટ સહિતનું મેડિકલ સામગ્રીનું ઉત્પાદન કરી રહ્યું છે. કોરોનાની બીજી લહેરના અનુભવો આધારે ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યા છીએ. ભગવાન કરે ને ત્રીજી લહેર ન આવે. વેક્સિનમાં 4 કરોડ ડોઝ આપી ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. કોરોના વોરિયર્સનું ઋણ સ્વીકારીએ છીએ. તેમજ જે કોરોના વોરિયર્સે જીવ ગુમાવ્યા છે તેમના માટે સંવેદના વ્યક્ત કરુ છું.
સ્વતંત્રતા દિન નિમિત્તે પોલીસ પરેડ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ, લેઝીમ નૃત્ય, ડોગ શો, બાઈક સ્ટંટ સહિતના કાર્યક્રમો પ્રસ્તુત થશે. સાથે જ સ્વતંત્ર સેનાનીઓનું પણ સન્માન થશે. આ સમયે એરફોર્સ દ્વારા હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે અને કોરોનામાં અનાથ થયેલા બાળકો તેના પાલક વાલીઓ સાથે સામેલ થશે. ગુજરાત પોલીસના બે મોટા પ્રોજેક્ટનું લોકાર્પણ થશે, જેમાં 10 હજાર બોડી ઓન કેમેરા અને 15 ડ્રોન કેમેરાનો સમાવેશ થાય છે.