વડોદરાની ફેક્ટરીમાં આગ લાગવાથી થયો જોરદાર બ્લાસ્ટ, પાંચના મોત 10થી વધુ ઘાયલ

Webdunia
શનિવાર, 11 જાન્યુઆરી 2020 (14:48 IST)
વડોદરાના પાદરાના ગવાસદ ગામ પાસે કંપનીમાં બ્લાસ્ટ થયો છે. એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં પાંચ લોકોના મોત થયા છે. બ્લાસ્ટમાં 7થી8 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે વડોદરા સહિત આજબાજુની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલાં લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાદરાની એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તો સારવાર દરમિયાન એક મજૂરનું મોત નિપજતાં આ દુર્ઘટનામાં મોતનો આંકડો 6 થયો હતો.
 ઓક્સિજનનો બાટલો ફાટ્યો હોવાને કારણે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. અને બ્લાસ્ટ બાદ કંપનીમાં આગ લાગી ગઈ હતી.  આ માટે 5થી વધુ એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી છે. સ્થાનિક પોલીસ વિભાગ ઘટન સ્થળે આવી પહોંચ્યું છે અને કંપની બહાર મોટા પ્રમાણમાં લોકોના ટોળા જામ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. બ્લાસ્ટને કારણે કંપનીમાં કામ કરી રહેલાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ગવાસદ ગામમાં પણ ફફડાડનો માહોલ ફેલાઈ ગયો હતો. 

સંબંધિત સમાચાર

Next Article