કોરોના વૈક્સીન અને ઓક્સીજનની કમી સામે લડી રહેલ ભારતમાં કેવી રીતે સુધરશે પરિસ્થિતિ ?

Webdunia
શનિવાર, 17 એપ્રિલ 2021 (08:49 IST)
ભારતમાં  એક બાજુ જ્યાં ઘણા રાજ્યોમાં વેક્સીનની કમીના સમાચારો આવી રહ્યા છે  તો બીજી બાજુ મેડિકલ  ઓક્સિજનની કમી થઈ ગઈ છે. ભારતમાં કોરોના સંક્રમણના નવા કેસ બે લાખની ઊંચાઈ પર પહોંચી ગયા છે. ત્યારબાદ બગડતી આરોગ્ય વ્યવસ્થાને સાચવવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ સમીક્ષા બેઠક યોજી છે. આ પછી, ભારત સરકારે નિર્ણય લીધો છે કે 50,000 ટન મેડિકલ ઓક્સિજનનું આયાત કરવામાં આવશે, જ્યારે 100 હોસ્પિટલો માટે ઓક્સિજન પ્લાન્ટની  સ્થાપવામાં કરવામાં આવશે. આ રકમ પીએમ કેયર ફંડમાંથી ખર્ચ કરવામાં આવશે..
 
કેન્દ્ર સરકારે આ માટે 12 રાજ્યોની ઓળખ કરી છે, જ્યાં કોરોનાના નવા કેસ અને વૈક્સીનની કમીની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, કેરલ, તામિલનાડુ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
 
આ રાજ્યોમાં કોરોના દર્દીઓ માટે માંગના હિસાબથી ઓક્સીજની સપ્લાય થઈ રહી નથી ભારતમાં કોરોનાના વધતા સંકટ પછી પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે ઈંડસ્ટ્રિયલ સિલેંડરનો યુઝ કરી ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી રહી છે.  કહેવા માટે તો ભારત દુનિયાનો સૌથી મોટો દવા નિર્માતા દેશ છે પણ હવે તેને કોવિડ-19 વૈક્સીનના આયાત પર નિર્ભર રહેવુ પડી રહ્યુ છે. 
 
ભારતે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 6.5  કરોડથી વધુ કોરોનાવાયરસ વૈક્સીનની ડોઝની નિકાસ કરી છે. એપ્રિલ મહિનામાં જોકે, ફક્ત 12  લાખ ડોઝની નિકાસ કરવામાં આવી છે. ભારતમાં દવા બનાવનારી સૌથી મોટી કંપની સિરામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈંડિયા કોવૈક્સને એક અરબ ડોઝની આપૂર્તિ કરવાની છે. જેમાથી મે ના અંત સુધી 10 કરોડ ડોઝ આપવાના છે. અત્યાર સુધી બે કરોડ ડોઝની ડિલિવરી થઈ છે. 
 
સિરમ ઈંસ્ટિટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે  કાચા માલની અછતને કારણે દેશમાં વેક્સીનનો અભાવ થઈ રહ્યો છે. તેમણે આ અંગે સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર પર અમેરિકી રાષ્ટ્રપતિને ટૈગ કરતી એક અપીલ કરી છે કે અમેરિકામાંથી નિકાસ કરવામાં આવનારા કાચા માલ પર રોક હટાવવામાં આવે

સંબંધિત સમાચાર

Next Article