પશ્ચિમ રેલ્વેના અમદાવાદ થઈને ચાલવાવાળી દક્ષિણ પશ્ચિમ રેલવેના હુબલી સેક્શન પર યાર્ડન રિમોડેલિંગ કાર્ય હેતુ કેએસઆર બેંગલુરુ - જોધપુર સ્પેશિયલ, ગાંધીધામ - કેએસઆર બેંગલુરુ સ્પેશિયલ અને અજમેર - મૈસુર સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે અને કેટલીક ટ્રેનો ડાયવર્ટ રહેશે.
આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:
રદ કરાયેલ ટ્રેનો: -
તારીખ 15 અને 17 ફેબ્રુઆરી 2021 ના રોજ કેએસઆર બેંગલુરુથી ચાલવાવાળી ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગ્લોર - જોધપુર એક્સપ્રેસ સ્પેશિયલ અને તારીખ 18 અને 20 ફેબ્રુઆરી 2021 ના રોજ જોધપુરથી ચાલવાવાળી ટ્રેન નંબર 06507 જોધપુર - કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ રદ રહેશે.