Toll Tax price increase- આબુ જતા ગુજરાતીઓને મોટો ઝટકો

Webdunia
શુક્રવાર, 31 માર્ચ 2023 (15:50 IST)
ગુજરાતીનુ માટે આબુ એટલે કાશ્મીર હિલ સ્ટેશન ગમે ત્યારે હાલો બાબા. હવે ગમે ત્યારે આબુ જવાના ખર્ચમાં વધારિ થયો છે. આજે રાત્રે 12 વાગ્યેથી નવો ફાઈનેંશિયલ ઈયર શરૂ થઈ જશે તેથી ટોલનાકા પર ટોલ ટેક્ષ વધી રહ્યુ છે. 
 
આજે રાત્રીના 12 વાગ્યાથી દેશના તમામ નેશનલ હાઇવે ઉપર આવેલ ટોલપ્લાઝા ઉપર 5થી 20 રૂપિયાનો ટોલટેક્ષ વધી રહ્યો છે. જેમાં બનાસકાંઠાના ત્રણ ટોલપ્લાઝા ઉપરથી પસાર થતા વાહન ચાલકોની ખિસ્સા ઉપર વધુ માર પડશે. 
 
જેમાં બનાસકાંઠામાં આવતા ખીમાણા, મુડેઠા, ભલગામ ટોળપલઝા ઉપર વાહનોના ટોલટેક્ષમાં 5 રૂપિયાથી લઈને 20 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. કાર જીપ અને નાના વાહનોના ટોલટેક્ષમાં 5 રૂપિયા,LCV, LGV અને મિનિબસમાં 10 રૂપિયા તો બસ અને ટ્રકમાં પણ 10 રૂપિયાનો વધારો કરાયો છે

સંબંધિત સમાચાર

Next Article