અમદાવાદમાં ગિફ્ટશોપમાં પિતા સાથે ખરીદી કરવા ગયેલી દીકરીના નંબર પર યુવકે ન્યૂડ ફોટો મોકલ્યો

Webdunia
શનિવાર, 28 ઑગસ્ટ 2021 (09:09 IST)
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા પિતા તેની દીકરીને લઈને શોપિંગ કરવા ગયા હતા. જ્યાં ફોટો પ્રિન્ટ કરેલી વસ્તુઓ તેમની દીકરીને પસંદ આવી એટલે તે લેવા માટે દીકરીએ ઓનલાઈન પેમેન્ટ કરીને દુકાનદારને મોકલ્યું હતું. પણ આ નંબરનો દુરુપયોગ કરીને તે વ્યક્તિએ શોપિંગ માટે આવેલી યુવતીને ન્યૂડ ફોટો મોકલ્યો હતો  જે અંગેની જાણ સાઇબર ક્રાઇમને થતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

પરિવારની દીકરીનો નંબર અજાણ્યા શખ્સને આપવો એક પરિવારને ભારે પડ્યો છે. શહેરના પૂર્વ વિસ્તરમાં રહેતો એક યુવતી તેના પિતા સાથે ફોટો સ્ટુડિયોમાં એક ફોટો ફ્રેમ લેવા ગઈ હતી. આ સમયે આ યુવતીને એક ફોટોવાળું કુશન ગમ્યું હતું. જે કુશન બનાવવા માટે તેના પિતાએ ઓર્ડર આપ્યો હતો. આ કુશન તૈયાર થઈ જતા સ્ટુડિયોના માલિકે આપેલા મોબાઈલ નંબર પર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. જે રૂપિયા ટ્રાન્સફરનો સ્ક્રીનશોટ પણ યુવતીએ આ મોબાઈલ નંબર પર મોકલી આપ્યો હતો. પણ સ્ટુડિયોના માલિકે યુવતીની નંબર મેળવી યુવતી સાથે સંપર્ક કરી તેની પાસેથી ઓનલાઇન રૂપિયા મેળવ્યા બાદ ન્યૂડ ફોટો યુવતીને મોકલ્યો હતો.

આ ઘટના બાદ યુવતીએ આ અંગેની જાણ પરિવારને કરતા પરિવારે સાઇબર ક્રાઇમને આ અંગે કાર્યવાહી કરી આરોપીને પકડવા માટે મદદ માગી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપી હનીફ શેખની ધરપકડ કરી છે. ગુનામાં વપરાયેલ મોબાઈલ કબ્જે કર્યો છે. ઉપરાંત આરોપીએ અન્ય કોઈ યુવતીઓ સાથે આવુ કર્યું હતું કે તે અંગેની તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

Next Article