હવામાન વિભાગે કરી આગાહી, આગામી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના

Webdunia
શુક્રવાર, 8 જુલાઈ 2022 (19:24 IST)
હવામાન વિભાગની આગાહી મુજબ  તા.૦૭/૦૭/૨૦૨૨ થી તા.૧૧/૦૭/૨૦૨૨ સુઘી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. જે અન્વયે  રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના  છે. હાલમાં વર્ષાઋતુમાં  જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે તો આ અંગે આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા, જાહેર જનતાને રાહત નિયામક, મહેસૂલ વિભાગ, ગુજરાત રાજય, ગાંધીનગર તેમજ જીલ્લા વહીવટી તંત્ર તરફથી સૂચનાઓ આપવામાં અવાી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ વહીવટી તંત્ર  રાજકોટ જિલ્લા તરફ થીનીચે મુજબની સાવધાની રાખવા અને તેનું પાલન કરી સુરક્ષિત રહેવા જાહેર જનતાને અનુરોધ કર્યો છે.
 
જ્યારે તમે ઘરની અંદર હોવ ત્યારે શુ કરવું જોઈએ.
  વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવું.  
  તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો. 
   બારી-બારણા અને છતથી દુર રહેવું. 
  વીજળીના વાહક બને તેવી કોઇ પણ ચીજવસ્તુથી દુર રહેવું. 
  ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશ બેસીન વગેરેના સંપર્કથી દુર રહેવું.
 
 
આકાશીય વીજળી સમયે જો આપણે ઘરની બહાર હોઈએ તો
  ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળવું તથા પશુઓને ઊંચા વૃક્ષો નીચે બાંઘવાનું ટાળવું.
 આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળવું.
 ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જવું.
 મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, આથી જરૂર પડે મજબૂત છતવાળા મકાનમાં આશ્રય મેળવો.
 મુસાફરી કરતા હોવ તો વાહનમાં જ રહો, મજબૂત છતવાળા વાહનમાં રહો.
 પાણી વીજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દુર રહો,  પાણીમાં હોવ તો બહાર આવી જાવ.
 ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટેલીફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહો.
 
વીજળી પડવાની શકયતા
 જો તમારા માથાના વાળ ઉભા  થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા, આ બધા વીજળી ત્રાટકવાના ચિહ્નો હોવાથી આ પરિસ્થિતિઓમાં જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં.
 
 
વિજળી/ઈલેકટ્રીકથી શોક લાગ્યા પછી
       લાકડા જેવી અવાહક વસ્તુ વડે શોક લાગનાર વ્યકિતને વીજપ્રવાહથી દૂર ખસેડી દેવા.
       મેઈન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરી દેવો.
       કરંટ લાગનાર વ્યકિત દાઝી ગયેલ હોય તો ઠંડું પાણી રેડવું.
       કરંટ લાગનાર વ્યકિતના શ્વાસોચ્છવાસ તપાસી સીધા ડોકટરને જાણ કરવી.
       દાઝેલા ભાગ ઉપર ચોંટી ગયેલ કપડાંને ઉખાડવું નહી.
       આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિને જરૂર જણાય તો સી.પી.આર. એટલે કે કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ.
 
આકાશી વિજળી થતી હોય તે  દરમ્યાન રાખવાની સાવચેતીઓ
       વીજળી જોયા પછી ૩૦ની ગણતરી શરૂ કરવી, જો તમે ૩૦ની પહોંચતા પહેલા ગાજવીજ સાંભળશો, તો ઘરની અંદર જાઓ. ગર્જનાના છેલ્લા ક્ડાકા પછી ઓછામાં ઓછા ૩૦ મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરો.
       ઈલેક્ટ્રીક વીજ ઉપકરણોને નુકસાન ન થાય તે માટે હંમેશા કામની સ્થિતિમાં અર્થીંગ રાખો.
       વણવપરાતા પ્લગ પ્લાસ્ટીક કવરથી ઢાંકી દેવા.
       ઈલેકટ્રીકના ઉપકરણો પાણીની લાઈન તથા ભેજથી દૂર રાખવા.
       વિજળીના વાહકો વડે ઘરને આકાશી વિજળીથી સુરક્ષિત બનાવવું.
       તંત્રની સુચના મુજબ સુરક્ષિત સ્થળે જતા રહેવું.
       શોર્ટસર્કીંટથી વીજપ્રવાહ આપોઆપ બંધ થઈ જાય તેવી સ્વીચો વાપરવી.
       ઘરમાં દરેકને મેઈન સ્વીચની જાણ હોવી જોઈએ.
       ઈલેકટ્રીક કામના જાણકાર પાસે જ ઈલેકટ્રીક કામ કરાવવું.
       ઈલેકટ્રીક કામ કરતી વખતે વિજળી અવાહક વસ્તુ ઉપર ઉભા રહેવું.
       ભયાનક આકાશી વિજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં જતા રહેવું.
       ભયાનક વિજળીના સંજોગોમાં ઝાડ નીચે ઉભા ન રહેવું.
       તમામ ઈલેકટ્રીક ઉપકરણોના પ્લગ કાઢી લેવા.
       ફીશીંગ રોડ કે છત્રી પકડી રાખવી નહી.
       ઈલેકટ્રીક થાંભલા/ટેલીફોન થાંભલાને અડકવું નહી.
       વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવું.  
       તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો. 
       બારી-બારણા અને છતથી દુર રહેવું.

સંબંધિત સમાચાર

Next Article