રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જેમાં બિલ્ડરો અને અધિકારીઓ ની બેદરકારી ના કારણે નિર્દોષ લોકો એ જીવ ગુમાવ્યા છે આ આગ ના બનાવ મોટા ભાગે કોર્મસીયલ બિલ્ડીંગ અને હોસ્પિટલમાં બન્યા હોવાનું સામે આવ્યું છે.આ તમામ બનાવ ની જગ્યા એ ક્યાંક ફાયર સેફ્ટી નો અભાવ હોય છે તો ક્યાંય બિલ્ડીંગ ને ગેરકાયદેસર ઉભી કરવામાં આવી હોવાથી ત્યાં ઇમરજન્સી એક્ઝિટ જેવી સુવિધાઓ નથી હોતી.
અમદાવાદ, વડોદરા અને ભરૂચ આ 3 જગ્યાએ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી જેમાં કોઈક હોસ્પિટલમાં ફાયર NOC ન હતી તો કોઈ હોસ્પિટલમાં જોડે BU પરમિશન ન હતી આવી બેદરકારી ના કારણે નિર્દોષ વ્યક્તિ ઓએ જીવ ગુમાવવા પડ્યા છે હાઇકોર્ટ માં ફાયર NOC અને BU પરમિશન અંગે થયેલી અરજી ની સુનવણી માં હાઇકોર્ટ એ સ્પષ્ટ આદેશ કર્યા છે કે શાળા, હોસ્પિટલ અને કોમર્શિયલ બિલ્ડીંગ જોડે ફાયર NOC ન હોય અને BU પરમિશન ન હોય તો તેને તાત્કાલિક સિલ કરો .જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.ત્યારે અમદાવાદ મેડિકલ એસો.એ અમદાવાદ ની 44 હોસ્પિટલ ને BU પરમિશન ની મુદત માટે રાહત આપવામાં આવે તે માટે હાઇકોર્ટ માં અરજી કરવામાં આવી હતી. જોકે કોર્ટે એ આ અરજી ફગાવી દીધી છે. કોર્ટ હોસ્પિટલમાં માં દાખલ દર્દીઓને બીજે સારવાર માટે ખસેડવા માટે કોર્પોરેશન ના આદેશ 2 વિક નો સ્ટે આપ્યો છે જોકે કોર્ટ એ એ પણ નોંધ્યું છે કે આ 2 વિક ના સમસગાળા દરમિયાન તમામ 44 હોસ્પિટલ એ bu પરમિશન મેળવી પડશે નહિ તો કોર્પોરેશન તેની સામે કાર્યવાહી કરશે.