સાયકલ શેરીંગ પ્રોજેક્ટ અંતર્ગત કોર્પોરેશન દ્વારા રોજના એક કલાક સાયકલ ચલાવવા માટે કોઇપણ ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી પરંતુ એક કલાક બાદ પ્રતિ કલાક બે રૂપિયાનો ચાર્જ વસુલ કરવામાં આવે છે. આ ઉપરાંત, કોર્પોરેશન દ્વારા રાજકોટ શહેરના રહેવાસીઓ 24 ઇંચ થી મોટા વ્હીલની સાયકલ ખરીદે તો તેમને હજાર રૂપિયાની સબસીડી ચૂકવવામાં આવે છે.
સાયકલને રોજીંદા જીવનમાં અપનાવવા માટે તથા જે લોકો રોજીંદા જીવનમાં અપનાવી નથી શકતા તે લોકોને ઓછામાં ઓછુ અઠવાડીયામાં એક દિવસ સાઇકલ ચલાવવા માટે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ સપોર્ટ આપવા માટે પ્રતિ શુક્રવાર પોતે સાઇકલ ચલાવીને ઓફિસ આવે છે. એમની સાથોસાથ કોર્પોરેશનનો અન્ય સ્ટાફ પણ સાઇકલ ચલાવીને ઓફિસ આવે છે.
સાઇકલીંગથી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા, ઓનરશીપની ભાવના જાગે, ગ્રીન રાજકોટ-ક્લીન રાજકોટ અંતર્ગત પોલ્યુશન ઘટાડી શકાય ટ્રાફિકની સમસ્યાઓ હળવી કરી શકાય તથા પાર્કિંગની સ્પેસનો મહત્તમ ઉપયોગ કરી શકાય તથા લોકોની શારીરિક માનસિક તંદુરસ્તી અને સુખાકારી વધારો થાય તેવા ઉદ્દેશ્યથી સાયકલચલાવવી જરૂરી છે.