સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છલકાયો- સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો

Webdunia
ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (12:00 IST)
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુજી ડેમ (shetrunji dam) છલકાયો છે. ગુજરાતમાં ગઈ કાલે રા ભારે વરસાદના કારણે ડેમમાં 15340 ક્યુસેક પાણીની આવક અને જાવક શરૂ છે. હાલ ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. જ્યારે નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે હાલ ડેમ ઓવરફ્લો થતા પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઇ તેમ કહેવું પણ ખોટું નથી.
અને ભાવનગર (bhavnagar) શહેર અને જીલ્લાની જીવાદોરી સમાન પાલિતાણા સ્થિત ગોંડલ શહેરના અંડરબ્રિજમાં કેડસમા પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે ગોંડલની વાસવડી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા.
ભાદર ડેમની હાલની સપાટી 24.22 ફૂટે પહોંચી,જેની કુલ સપાટી 32 ફૂટ,છેલ્લા 24 કલાકમાં 1.54 ફૂટ નવા નિરની આવક .
આજી ડેમ-1 ની હાલની સપાટી 16.80 ફૂટે પહોંચી,જેની કુલ સપાટી 36.51 ફૂટ, છેલ્લા 24 કલાકમાં 0.43 ફૂટ નવા નિરની આવક..
ન્યારી-1 ડેમની હાલની સપાટી 17.10 ફૂટે પહોંચી,જેની કુલ સપાટી 47.57 ફૂટ,છેલ્લા 24 કલાકમાં 0.16 ફૂટ નવા નિરની આવક...
આજી-2 ગત રાત્રીના થયો છે ઓવરફ્લો, ચાલુ સીઝનમાં બીજી વખત થયો ઓવરફ્લો

સંબંધિત સમાચાર

Next Article