અમદાવાદ શહેરમાં ફરજિયાત ઓફલાઈન શિક્ષણ માટે બાળકોને સ્કૂલ બોલાવતા હોવાની એક પણ ફરિયાદ નહીં

Webdunia
શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (17:22 IST)
અમદાવાદ ગ્રામ્ય DEO આર.આર.વ્યાસે જણાવ્યું હતું કે, સ્કૂલો ફરજિયાત બાળકોને ફરજ પાડતી હોય અને ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું હોય તેવી કોઈ ફરિયાદ અમારી કચેરીએ મળી નથી મળશે, તો તે અંગે તપાસ કરીશું.અમદાવાદ શહેર DEO હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં પણ ઓનલાઇન વર્ગ બંધ કરીને ફરજિયાત ઓફલાઇન વર્ગ ચાલુ કરવામાં આવ્યા હોય તેવી કોઈ ફરિયાદ મૌખિક કે લેખિતમાં મળી નથી.

કોરોનાને કારણે શિક્ષણ ઓનલાઇન રાખવામાં આવ્યું હતું જે તબક્કાવાર ઓફલાઇન પણ શરૂ કરવામાં આવ્યું છે અને દીવાળી બાદ સ્કૂલોમાં 1થી 12ના તમામ વર્ગ ઓફલાઇન ચાલુ કરવામાં આવ્યા છે, પરંતું જે વિદ્યાર્થી સ્કૂલે આવવા ના માંગતા હોય તેમના માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવું પણ ફરજિયાત છે. કોઈ પણ સ્કૂલે બાળકોને ફરજિયાત ઓફલાઇન સ્કૂલે બોલાવીને ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું હોવાની અમદાવાદમાં એક પણ ફરિયાદ નથી.
 
અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં અનેક સ્કૂલો આવેલી છે. કોરોનાના કેસ ઘટતા હવે સ્કૂલોમાં ઓફલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ ઓફલાઇન અભ્યાસ ના કરતા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવા આદેશ કર્યો હતો. પરંતુ કેટલાક જિલ્લામાં ફરજિયાત ઓફલાઇન શિક્ષણ માટે સ્કૂલે બોલાવવામાં આવતા હોવાની ફરિયાદ મળી હતી, પરંતુ અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં હજુ સુધી આ પ્રકારની કોઈ ફરિયાદ મળી નથી.

સંબંધિત સમાચાર

Next Article