રાજ્યમાં નાઈટ કર્ફ્યુ મુદ્દે મોટો નિર્ણય- રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો- જાણો શું છે કારણ

Webdunia
સોમવાર, 16 ઑગસ્ટ 2021 (08:56 IST)
ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસ સતત ઓછા જ નોંધાઈ રહ્યા છે ત્યારે રાજ્યની આઠ શહેરોમાં નાઈટ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ ફરીથી લંબાવી દેવામાં આવ્યું છે,
રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો અંગે નિર્ણયો કરી રહી છે. જે અંતર્ગત રાજ્ય સરકારે 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી છે. 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 8 શહેરોમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે.અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં કર્ફ્યૂ લાગુ રહેશે. 
તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, આગામી બે સપ્તાહમાં રાજ્યમાં રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતનાં મોટા તહેવારો આવશે, આવી સ્થિતીમાં લોકોની ભીડ એકત્રિત ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. 

સંબંધિત સમાચાર

Next Article