કાલે ધો.12 સાયન્સના રિપીટરનું પરિણામ- ધોરણ ૧૨ ના રિપીટર વિધાર્થીઓનું આવતી કાલે પરિણામ

રવિવાર, 15 ઑગસ્ટ 2021 (20:22 IST)
કોરોના મહામારી વચ્ચે વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જો કે સરકાર દ્વારા માસ પ્રમોશનની જાહેરાત કરતા વિધાર્થીઓને પરીક્ષામાંથી મુક્તિ મળી હતી. જો કે રિપીટર વિધાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ ૧૨ ના રિપીટર વિધાર્થીઓનું આવતી કાલે પરિણામ જાહેર કરવામાં આવશે.
 
વિદ્યાર્થીઓ સોમવારે સવારે 8 વાગ્યે પરિણામ જોઈ શકશે. બોર્ડની વેબસાઈટ  result.gseb.org પર વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર  નાખીને પરિણામ જાણી શકશે. વિદ્યાર્થીઓ ને આગમી સપ્તાહમાં માર્કશીટ મળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર