વેક્સિનેશનની મુદ્દત પૂરી- ફરજિયાત વેક્સિનનો આજે છેલ્લો દિવસ, વેપારીઓએ કહ્યું- 31 ઓગસ્ટ સુધી રાહત આપો, હવે 30 ટકા જ વેપારીઓને વેક્સિન લેવાની બાકી

રવિવાર, 15 ઑગસ્ટ 2021 (17:16 IST)
સરકારે સંભવિત ત્રીજી વેવને ધ્યાનમાં રાખીને સુપરસ્પ્રેડરની કેટેગરીમાં આવતા લોકોને ફરજિયાત વેક્સિનેશન માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં 15 ઓગસ્ટ સુધી તે કેટેગરીમાં આવતા તમામ લોકોને ફરજિયાત વેક્સિન લેવા માટે કહેવાયુ છે. જેથી બજારમાં આવતા લોકોને તેઓના કારણે સંક્રમણનો ભય ન રહે. આજે આ ફરજિયાત વેક્સિનેશનની સમયમર્યાદાનો છેલ્લો દિવસ છે. ત્યારે હજી પણ અમદાવાદમાં 30 ટકા વેપારીઓ, નોકરિયાત અને અન્ય જે સુપરસ્પ્રેડરની કેટેગરી આવતા લોકોને વેક્સિન લેવાની બાકી છે. દરેક સેન્ટર પર લિમિટેડ સ્ટોક ના કારણે તેમને ઝડપથી વેક્સિન મળતી નથી. તેથી વેપારીઓએ આ ફરજિયાત વેક્સિનેશન માટે 15 દિવસની સમયમર્યાદા વધારી 31 ઓગસ્ટ સુધી રાહત મળે તે માટે સરકારને અપીલ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર