ગુજરાત સરકારે 1 જુલાઇથી ધોરણ 12 પરીક્ષાઓ માટે કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે 12મા ધોરણની પરીક્ષા લેવાનું મન બનાવી લીધું છે. પરીક્ષાનું ટાઇમ ટેબલ મંગળવારે જાહેર કરી દીધું હતું. તમામ પરીક્ષાઓ બે પાળીમાં યોજાશે. પરીક્ષા 16 જુલાઇ સુધી ચાલશે. ત્યારે કેન્દ્ર સરકારે કોરોનાની મહામારીને જોતાં સીબીએસઇની ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે ત્યારે બીજી તરફ પીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં CBSE બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે રાજ્ય સરકાર પણ મહામંડળ દ્વારા અગાઉ આપેલા વિકલ્પ પર વિચારે એવી વિનંતી કરી છે. વાલીઓ હવે ચિંતિત બન્યા છે ત્યારે ત્રીજી વેવની આશંકા વચ્ચે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી છે.