પોરબંદરમાં દરિયામાં રાષ્ટ્રધ્વજને આપી સલામી, મધદરિયે કરાયું ધ્વજવંદન

રવિવાર, 15 ઑગસ્ટ 2021 (13:14 IST)
દેશભરામં આજે 75મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરમાં શ્રીરામ સી સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ મધદરિયે જઇ અનોખી રીતે ધ્વજવંદન કરીને આ પર્વની ઉજવણી કરી હતી.
 
પોરબંદરમાં શ્રી રામ સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 15મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પર્વના દિવસે પોરબંદરના મધદરિયે જઇને ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવે છે. પોરબંદરવાસીઓ પણ દર વર્ષની માફક આજે પણ આ અનોખી ઉજવણી જોવા માટે અને તિરંગાને સલામી આપવા માટે ચોપાટી ખાતે પહોંચી ગયા હતા. 
ઉલ્લેખનિય છે કે છેલ્લા 21 વર્ષથી શ્રી રામ સ્વિમિંગ ક્લબના યુવાનો,વૃદ્ધ ,બાળકો અને મહિલાઓ  પ્રજાસત્તાક પર્વ અને સ્વતંત્રતા પર્વના દિવસે  સમુદ્રના તોફાની દરિયામાં મધ દરિયે જઈને રાષ્ટ્રનો ધ્વજ લહેરાવી રાષ્ટ્ર ગાન કરી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ મધ ધરિયે જઈને 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો