ગુજરાત સરકારે વિમાન-હેલિકોપ્ટર માટે 2 વર્ષમાં રૂ. 12.16 કરોડ ખર્ચ્યા

Webdunia
શનિવાર, 23 ફેબ્રુઆરી 2019 (12:28 IST)
ગુજરાતના મુખ્યપ્રધાન અને રાજ્યપાલ માટે રાજ્ય સરકારની માલિકીના વિમાન અને હેલિકોપ્ટર પાછળ 12.16 કરોડ રૂપિયાનો ખર્ચ છેલ્લા બે વર્ષમાં કરવામાં આવ્યો છે. વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન સરકારને પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર 2018ની સ્થિતિએ રાજ્ય સરકારની માલિકીના વિમાન માટે વર્ષ 2017માં 2.35 કરોડ અને વર્ષ 2018માં 3.14 કરોડનો ખર્ચ થયો હતો. 

જ્યારે હેલિકોપ્ટર પાછળ વર્ષ 2017માં 3.23 કરોડ અને વર્ષ 2018માં 3.43 કરોડનો ખર્ચ થયો હતો.માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ વિધાનસભામાં પૂછેલા સવાલના જવાબમાં રાજ્યકક્ષના ગૃહમં
ત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ભારત સરકારે ક્રિમીનલ પ્રોસીઝર કોડમાં સુધારો કરી ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનને ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળ મુકવાનું નક્કી કરાયા બાદ ગુજરાતમાં ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની કચેરી કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે.

સંબંધિત સમાચાર

Next Article