અમદાવાદમાં ચોંકાવનારી હકિકત, આકરા ઉનાળાએ પાણી સૂકવ્યાં, સોસાયટીઓમાં બોરના પાણી બંધ

Webdunia
બુધવાર, 9 મે 2018 (12:37 IST)
અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા બોડકદેવમાં એક જ દિવસે ચાર સોસાયટીના બોરકૂવામાં પાણી આવતા બંધ થઈ ગયા છે. વાસ્તવમાં ભૂતળના જળ ઊંડા ઉતરી જતાં બંધ થઈ જતાં આ ઘટના બની છે. સમગ્ર સેટેલાઈટ વિસ્તારમાં છેલ્લા એક જ મહિનામાં ૬૦થી વધુ સોસાયટીઓના બોરકૂવાના પાણી આવતા બંધ થઈ ગયા છે. આ સાથે જ આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં પણ પાણીની તંગી વધુ તીવ્ર બને તેવા આસાર મળી રહ્યા છે.   ભૂગર્ભના પાણી ખેંચીને દિવસે સેંકડો ટેન્કરોનું વેચાણ કરનારાઓ પર સરકાર લગામ તાણે બોડકદેવ વિસ્તારમાં આવેલી આ ચાર સોસાયટીઓમાં પ્રિયા, નિલદીપ, નેહદીપ અને પ્રિયદર્શિની સોસાયટીનો સમાવેશ થાય છે.

ઇસ્કોન-બોપલ રોડ પર સેટ્રોસ પાર્ક, સરદાર પટેલ રિંગ રોડ પાસે અલ્ટીસ, શ્રેયસ ક્રોસિંગ પાસે સિલ્વર પાર્ક, શ્યામલ ચાર રસ્તા પાસે સોમેશ્વર, રામદેવ નગર પાસે ગ્રીનવુડ ટાવરના બોરના પાણી આવતા અટકી જતાં તેમને વધુ બેથી ત્રણ પાઈપો લગાવીને બોરને ફરીથી ચાર્જ કરવાની ફરજ પડી રહી છે. અમદાવાદની પ્રજા માટે આ એક મોટી ચેતવણી છે, પાણીનો સમતોલ અને સમજદારી પૂર્ણ ઉપયોગ નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ સોસાયટીના બોરના પાણી આવતા બંધ થઈ જવાનો ખતરો છે.   અમદાવાદ શહેર તીવ્ર પાણીની અછત તરફ ધકેલાઈ રહ્યું હોવાની ચેતવણી પાણીના બોરની પરિસ્થિતિ પરથી મળી રહ્યો છે. ગુજરાત સરકારે પણ બોરના પાણીનો વેપાર કરનારાઓ પર લગામ તાણવી જોઈએ. પાણીની તંગીનો લાભ લઈને રૃા.૩૫૦થી ૬૦૦ કે વધુ લઈને ટેન્કરથી પાણી સપ્લાય કરનારાઓ બેફામ ભૂતળના જળ ખેંચીને વેપાર કરી રહ્યા છે. આ અંગે અમ્યુકોના સત્તાવાળાઓ પાસેથી રાઈટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ માગવામાં આવેલી માહિતીના જવાબમાં અમ્યુકોના ડેપ્યુટી સિટી એન્જિનિયરે જાહેર માહિતી અધિકારીની રૃએ આપેલા જવાબમાં જણાવવામાં આવ્યું છે કે રહેઠાણ વિસ્તારમાં બોરકૂવા કરવાની પરવાનગી અમે આપતા નથી. કોણ પરવાનગી આપે છે તેની અમને જાણ પણ નથી. આમ બોરકૂવા બનાવીને પાણીનો બેફામ કરાઈ રહેલા વેપારની અંકુશમાં લેવાની તાતી જરૃરિયાત છે.
 

સંબંધિત સમાચાર

Next Article