ગોંડલ બાદ બીજા ગોડાઉનનો વારો, આગની ઘટનામાં કૌભાંડની બદબૂ આવી રહી છે
મંગળવાર, 8 મે 2018 (14:55 IST)
રાજકોટ નજીક શાપર વેરાવળમાં નેશનલ કોટન ઈન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં સહકારી મંડળીઓ પાસેથી ટેકાના ભાવે ખરીદવા માં આવેલી મગફળીનાં પાંચ ગોડાઉનમાં શંકાસ્પદ આગ લાગી હતી. જેમાં ૪૦ હજારથી વધુ મગફળીનો જથ્તો હતો જેમાંથી ૨૪ હજાર ગુણી મગફળી આગમાં બળીને ખાક થઈ ગઈ હોવાનું આજરોજ ગુજરાત વેરહાઉસીંગ કોર્પોરેશનના મેનેજીંગ ડાયરેકટરે જાહેર કર્યું હતું. અલબત આગનું કારણ ૨૪ કલાક પછી પણ જાણવા મળ્યું નથી. આ આગની દુર્ઘનટામાં અંદાજે રૃા ૪ કરોડની નુકશાની થઈ હોવાનો પ્રાથમિક અંદાજ દર્શાવવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવ્યા પછી આ મગફળીના સ્ટોરેજ માટે શાપરમાં ગુજરાત વેરહાઉસીંગ કોર્પોરેશને મગફલીના સ્ટોરેજ માટે આઠ ગોડાઉનની વ્યવસ્થા કરી હતી. નેશનલ કોટન ઈન્ડસ્ટ્રીઝ પાસેથી કુલ ૧ થી ૮ ગોડાઉન ભાડે રાખવામાં આવ્યા હતાં. જેમાં રવિવારે સાંજના સાત વાગ્યાની આસપાસ આગ લાગતા રાજકોટથી ફાયર બ્રિગેડના જવાનો દોડી ગયા હતાં. પરંતુ આગની વિકરાળ જવાળાઓએ જોત જોતામાં સમગ્ર વિસ્તારમાં ફરી વળતા મોડી રાત્રિનાં જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્ર શાપર દોડી ગયું હતું. આગને કાબુમાં લેવા માટે રાજકોટ ઉપરાંત ગોંડલ, જસદણ, ધોરાજી, મેટોડા સહિતનાં વિસ્તારોમાંથી ફાયરફાયટરો દોડાવવામાં આવ્યા હતાં. આગની ભયાનક દુર્ઘટનાને કાબુમાં લેવા માટે અંદાજે ૩૦૦ જેટલા ફેરા કરવામાં આવ્યા પછી પણ મોડી ીરાત્રિ સુધી આગ કાબુમાં આવી ન્હોતી. ફાયર બ૩ગિેડના સુત્રોએ જણાવ્યું હતુ ંકે, રવિવારરાત્રિથી આગ બુઝાવવા માટે અમો મથામણ કરી રહ્યા છીએ પરંતુ મગફળીમાં તેલનો ભાગ વધુ હોવાના કારણે આગ બુઝાવવાનું કામ ચાલુ છે. બીજી બાજુ શાપર વેરાવળમાં પાણીની તંગી હોવાને કારણે નજીકનાં કુવામાંથી પાણી મેળવવું મુશ્કેલ બની ગયું હતું. આજુબાજુના વિસ્તારમાંથી ૩૦૦ ફેરા કરવામાં આવ્યા હોવા છતાં આગને કાબુમાં લઈ શકાઈ નહોતી. ગોંડલમાં જેમ ગુજકોટના ગોડાઉનમાં આગ લાગી હતી તે રીતે અહી કોઈએ હેતુપૂર્વક આગ લગાડી છે કે કેમ? લતે અંગે ફાયરબ્રિગેડના જવાનોએ જણાવ્યું હતું કે આજે સાંજે અહી આગને બુઝાવવા માટે અમોને સ્થાનિક લોકોએ જે સહકાર મળવો જોઈએ તે મળ્યો નથી.વેચાતુ પાણી લઈને આગ બુઝાવવી પડી છે. આગ બુઝાવવા કરતા તેનો વિમો પકાવવામાં કંપનીઓને રસ હોય તે રીતે વિમા કંપનીના માણસો ઉતરી પડયા છે. આગની દુર્ઘટના બાદ આજે શાપરમાં માહોલ વધુ તંગદિલીભર્યો હતો. દિવસ દરમિયાન દુર્ઘટના સ્થળે લોકોના ટોળેટોળા મોટી સંખ્યામાં જોવા મળ્યા હતાં. સ્થાનિક કાર્યકરો, આગેવાનો, અધિકારીઓ, પોલીસ અને ગુજકોટના કર્મચારીઓની ટીમ દિવસભર આંટાફેરા કરતી રહી હતી. પોલીસ દ્વારા આગના કારણો જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતાં. પરંતુ મોડી રાત્રિ સુધી આગનું કારણ જાણવા મળ્યુ નહી હોવાનું જણાવાયું હતું. આ સંજોગોમાં ગોંડલની માફક શાપરમાં પણ મહાકાય મગફળી કાંડ લોકોમાં ચર્ચાસ્પદ બની રહ્યું હતું.