પેપર દિલ્હીમાં ફૂટી ગયું એની સજા ગુજરાતના બાળકોને કેમ- શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

Webdunia
શુક્રવાર, 30 માર્ચ 2018 (17:10 IST)
સીબીએસઈનું પેપર લીક થવાથી સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે. દેશભરમાં અનેક જગ્યાએ સ્ટુડ્ટન્ટ્સ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યાં આ મામલે ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી છે. આ વચ્ચે જ સીબીએસઈ પરીક્ષાઓને બીજીવાર કરાવવાની તૈયારીઓમાં લાગી ગયું છે, પંરતુ આ બાબતનો ગુજરાતે વિરોધ કર્યો છે. ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ કહ્યું કે, સીબીએસઈનું પેપર લીક દિલ્હીમાં થયું હતું, તો આવામાં સમગ્ર દેશના વિદ્યાર્થીઓ કેમ બીજીવાર પરીક્ષા આપે.ત્યારે પેપર લીક થવાના મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહએ પ્રકાશ જાવડેકરને ફોન કર્યો હતો. તેમણે કહ્યું કે, દિલ્હીમાં ફૂટ્યું, અન્ય રાજ્યોમાં પરીક્ષા કેમ. દિલ્હીમાં પેપર લીકની સજા ગુજરાતના બાળકોને કેમ મળી રહી છે.

સીબીએસઈ પેપર લીક મામલે તપાસમાં લાગેલી ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધી આ મામલે 25 લોકોની પૂછપરછ કરી છે, જેમાં 18 સ્ટુડન્ટ્સ અને 5 ટ્યુટર સામેલ છે. જોકે, અત્યાર સુધી માસ્ટરમાઈન્ડ પકડાયો નથી, જેણે વોટ્સએપ પર બંને પેપર લીક કરાવ્યા હતા. આ પહેલા દિલ્હીમાં કોચિંગ સેન્ટર ચલાવનાર વિકી નામના એક શખ્સને માસ્ટરમાઈન્ડ હોવાની શંકાથી પકડવામાં આવ્યો હતો, પરંતુ તપાસમાં ખબર પડી કે, વિકીને પણ બંને પેપર વોટ્સએપ દ્વારા જ મળ્યા હતા.

સંબંધિત સમાચાર

Next Article