GCMMFની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમા ગયેલા રામસિંહ પરમારના શિરે આવ્યો તાજ

Webdunia
સોમવાર, 29 જાન્યુઆરી 2018 (15:20 IST)
ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાયી હતી. જેમાં રામસિંહ  પરમારની ચેરમેન તરીકે નિયુક્તિ થઈ છે જ્યારે જેઠાભાઈ પટેલ વાઈસ ચેરમેન બન્યા છે. રાજકારણના અખાડા સમાન આ ચૂંટણીમાં વર્ષોથી અનેક દાવપેચ રમાતા આવ્યા છે. વર્ષ 2014થી જેઠાભાઈ પટેલ ચેરમેન તરીકે ચૂંટાતા હતા. પણ આ વર્ષે તેમને રામસિંહ પરમારે માત આપી હતી.

રામસિંહ પરમાર ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે. જ્યારે જેઠાભાઈ પટેલ વાઈસ ચેરમેન તરીકે ચૂંટાયા છે. વિપુલ ચૌધરી બાદ જેઠાભાઈ પટેલ સતત ચૂંટાતા આવતા હ તા. પણ આવખતે તેમને વાઈસ ચેરમેનશીપથી સંતોષ માનવો પડ્યો છે. રામસિંહ પરમાર ચૂંટાતા સમર્થકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. GCMMFની ઉચ્ચ પદની ચૂંટણી માટે આ વર્ષે શંકર ચૌધરી, જેઠાભાઈ પટેલ અને રામસિંહ પરમાર રેસમાં હતા. 18 ડેરી સંધોના ચેરમેન દ્વારા GCMMFના ચેરમેન અને વાઈશ ચેરમેનની ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું.  જેમાં ચેરમેન તરીકેનો તાજ રામસિંહ પરમારને પહેરાવવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

Next Article