દેશમાં તમામ ઉચ્ચ નેતાઓ હિંદુ છે તો હિન્દુસ્તાનમાં સલામતીનું જોખમ કેમ? : હાર્દિક પટેલ

સોમવાર, 29 જાન્યુઆરી 2018 (13:17 IST)
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનામત મુદ્દે આગળ આવેલા હાર્દિક પટેલ મોદી સરકાર વિરુદ્ધ ટીકા કરવાનો એક પણ મૌકો છોડતો નથી. તેણે ફરી એક વાર ભાજપ પર પ્રહાર કર્યો છે. તેણે પોતાના ટ્વીટર એકાઉન્ટમાં લખ્યુ છે કે ભાજપ દેશમાં એવો ભ્રમ ફેલાવી રહ્યુ છે કે હિન્દુઓ જોખમમાં છે. હાર્દિકે આ પહેલી વખત મોદી સરકાર વિરુદ્ધ ટ્વીટ કર્યુ નથી તેણે આ પહેલા પણ સરકારની નીતિ વિશે દુનિયાને જણાવ્યુ હતુ. આ વખતે તેણે ટ્વીટ કરી છે કે દેશનાં લગભગ દરેક રાજ્યોમાં મુખ્યમંત્રી હિન્દુ છે અને દેશમાં સોથી વધુ ધારાસભ્યો પણ હિન્દુ છે. વડાપ્રધાન પોતે પણ એક હિન્દુ છે, તો પછી હિન્દુઓને જોખમ કોનાથી છે? તેટલુ જ નહી તેણે આગળ ટ્વીટ કરી કે આપણા દેશનાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ હિન્દુ છે.

આ ભ્રમ ભાજપાઇઓએ પોતાના સ્વાર્થ માટે ફેલાવ્યો છે. ક્યા સુધી આ ભ્રમમાં રહેશો, જાગો. ભાજપ પર આકરા પ્રહાર માત્ર હાર્દિકે નહી પરંતુ દેશની ઘણી હસ્તીયો પણ કરતી આવી છે. અપક્ષ તરીકે ચુંટાયેલા વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ મોદી સરકારો પર ઘણા આક્ષેપો મુક્યા છે અને દેશમાં હિન્દુત્વનું રાજ બનાવવાની મોદી સરકારની રણનીતિ પર ઘણીવાર તેમને પડકાર રૂપ બન્યા છે. જો કે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપનાં આ વલણુનું પરિણામ સમગ્ર દેશે જોયુ હતુ. જે મોદી સરકાર ગુજરાતમાં બે આંકડા સાથે સમેટાઇ ગઇ તેનો સુર્ય કેટલો તેજમાં તે હવે આગામી 2019ની લોકસભા ચુંટણીમાં જોવુ રહ્યુ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર