લ્યો કરો વાત ભ્રષ્ટાચારને ખુલ્લો પાડનાર અધિકારી સામે સરકાર પગલાં લેશે

Webdunia
બુધવાર, 26 ડિસેમ્બર 2018 (16:00 IST)
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે પૂર્વ સંયુક્ત સચિવની ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. સરકારે ઉલ્ટા ચોર કોટવાલને દંડે તેવી નીતિ અપનાવીને અધિકારી સામે પગલાં ભરવાનો આદેશ આપ્યો હતો.આમ ગુજરાત સરકારમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે અધિકારીઓને પણ કંઈ પણ કહેવા માટે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની બેઠકમાં મનાઈ ફરમાવવામાં આવી દીધી હોય તેમ ચર્ચાઓમાં ચગી રહ્યું છે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોઇ પણ અધિકારી કે નિવૃત અધિકારી અન્ય હોદ્દા પર જાય અને સરકાર વિશે કંઈ પણ બોલશે તો તેની સામે પગલાં ભરવામાં આવશે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ અધિકારી જ્યારે તે હોદ્દા પર હતા, તે સમયે તેમણે કહ્યું નહીં અને હવે અન્ય જગ્યાએ છે ત્યારે સરકાર વિશે આવું કહેવું તે યોગ્ય નથી. જેથી આજની કેબિનેટની બેઠકમાં આ અંગે થયેલી ચર્ચામાં મુખ્યમંત્રીએ આપેલી સૂચના અનુસાર અધિકારી અનિલ પટેલ સામે તપાસ કરી પગલાં લેવાના આદેશ કરવામાં આવશે

સંબંધિત સમાચાર

Next Article