ગુજરાતમાં આજે દિવસ દરમિયાન 107 તાલુકામાં મેઘમહેર થઇ હતી. જેમાં 35 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમરેલીના ખાંભામાં બે કલાકમાં બે ઈંચ સહિત સૌથી વધુ સાડા ત્રણ ઈંચ ખાબક્યો હતો.
આજે ગુજરાતના જે 107 તાલુકામાં મેઘમહેર થઇ તેમાંથી મોટાભાગના દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના હતા. હવામાન વિભાગના અનુમાન અનુસાર આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જુનાગઢમાં અતિભારે જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં હજુ સુધી મોસમનો સરેરાશ 15 ટકા વરસાદ નોંધાયો છે.