મોડાસાના 5 માસના માસૂમને સ્પાઇનલ મસ્ક્યુલર એસ્ટ્રોફી -1 નામની ગંભીર બીમારી; પરિવારે 16 કરોડની મદદ માંગી

Webdunia
સોમવાર, 29 ઑગસ્ટ 2022 (16:06 IST)
હાલ નાના બાળકોમાં અનેક હઠીલા અને જીવલેણ રોગ પેદા થયા છે, જેના કારણે બાળકોની સારવાર માટે કરોડોનો ખર્ચ કરવો પડતો હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાના નાનકડા ગામમાં રહેતો દૈવિક સોની પણ આવી જ એક ગંભીર બીમારીમાં સંપડાયો છે, કે જેના ઈલાજ માટે અમેરિકાથી 16 કરોડની અધધ કિંમતના ઈન્જેક્શનની જરુર પડી છે. દૈવિકને સ્પાઈનલ મસ્ક્યુલર એસ્ટ્રોફી SMA-1 નામની બિમારી થઈ છે. ઈલાજની રકમ જંગી હોવાથી દૈવિકનું પરિવાર લાચાર બન્યું છે, તેમણે સોશિયલ મીડિયા પર મદદ માટે અપીલ કરી છે.મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે રહેતા દેવાંગ સોની પોતે સોનીકામ કરી માધ્યમ પરિસ્થિતિમાં જીવન ગુજારો કરે છે. તેમને ત્યાં દીકરાનો જન્મ થયો અને તેનું નામ દૈવિક રાખ્યું. આ દૈવિક શરૂઆતમાં સરસ રમતો ખીલતો હતો, પરંતુ ત્રણ માસનો થયો ત્યાંથી શરીરની હલન ચલન પ્રક્રિયા ઓછી થવા લાગી. હાથ પગ હલાવવાના બિલકુલ બંધ થઈ ગયા, જેથી માતા-પિતા ખૂબ ચિંતા કરવા લાગ્યા અને સારવાર માટે મોડાસા ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરને આ બાળકમાં કોઈ અલગ પ્રકારના સીમટન્સ હોવાનું જણાતા દૈવિકને વધુ રિપોર્ટ માટે અમદાવાદ મોકલ્યા હતા. ત્યાં બે માસ અગાઉ કરેલ ટેસ્ટનો રિપોર્ટ આવ્યો તો બાળકને સ્પાઇનલ મસ્ક્યુલર એસ્ટ્રોફી SMA - 1ની બીમારી જણાઈ. આ ગંભીર રોગ છે અને તેની સારવાર ખૂબ મોંઘી હોય છે. આ બાળકની આ રોગ સામે પ્રતિકાર કરવા અને તેને નાથવા માટે અમેરિકાથી 16 કરોડના ઇન્જેક્શનની જરૂર પડી છે જો આ ઈન્જેક્શન બાળકને મળે તો તેનો જીવ બચી શકે તેમ છે.જંગી રકમ સાંભળી બાળકના પિતા દેવાંગ સોની અને અન્ય પરિવારજનો ભાગી પડ્યા, પરંતુ ગ્રામજનો અને કુટુંબીજનોએ હિંમત આપી અને સોશીયલ મીડિયાના માધ્યમથી મદદ માટે અપીલ કરી, તેમજ એક NGO દ્વારા દૈવિક સોની નામનું બેન્ક એકાઉન્ટ ખોલાવી ડોનેશન ઉઘરાવવાનું શરૂ કરાવેલ છે. દૈવિકના પિતાએ પણ બે હાથ જોડીને વિનંતી કરી છે કે ઇન્જેક્શનની કિંમત બહુ મોટી છે, પણ જો બધા થોડું-થોડું ડોનેશન આપે તો દૈવિક બચી શકે એમ છે. થોડા સમય પહેલા મહીસાગર જિલ્લામાં એક બાળકને આવો જ રોગ થયો હતો અને ગુજરાતની તમામ જનતાએ યથાશક્તિ સહયોગ આપ્યો હતો. તો કરોડો રૂપિયાનું ડોનેશન મળ્યું અને બાળક બચી ગયું એજ રીતે આ બાળકના પરિવારજનો એ પણ અપીલ કરીને મદદની માંગ કરી છે.ટ

સંબંધિત સમાચાર

Next Article