માઘવ સિંહ સોલંકીને કારણે શરૂ થઈ હતી મધ્યાહન ભોજન યોજના, જાણો માઘવ સિંહ સોલંકીની જીવનયાત્રા વિશે

Webdunia
શનિવાર, 9 જાન્યુઆરી 2021 (12:00 IST)
માધવસિંહ સોલંકીએ 94 વર્ષે તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. માધવસિંહ સોલંકી કૉંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. તેઓએ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રીપદ સંભાળેલું. તેઓ "ખામ થિયરી" માટે જાણીતા થયા, જે વડે તેઓ 1980માં ગુજરાતમાં સત્તામાં આવેલા.માધવસિંહ સોલંકી ચાર વખત ગુજરાતના મુખ્ય મંત્રી રહી ચૂક્યા છે. 

તેઓ વર્ષ 1973-1975-1982-1985માં ગુજરાતનાં સીએમ બન્યા હતા. ગુજરાત વિધાનસભામાં 182માંથી 149 બેઠકો જીતવાનો એમનો રેકર્ડ નરેન્દ્ર મોદી પણ તોડી નથી શક્યા.માધવસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. તેઓએ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રીપદ પર બિરાજમાન રહ્યા છે. તેઓ “ખામ થિયરી” માટે જાણીતા થયા, જે વડે તેઓ 1980માં ગુજરાતની રાજનીતિમાં આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે. 1957માં મુંબઈ ધારાસભાના સભ્ય પણ બન્યા હતા. માધવસિંહ સોલંકીના નામે વિધાનસભામાં 149 બેઠક જીતવાનો રેકોર્ડ પણ ધરાવે છે.

માધવસિંહ સોલંકી પત્રકારત્વ, રાજકારણ, સાહિત્ય સાથે જોડાયેલા છે. દેશભરમાં મધ્યાહન ભોજનની શરૂઆત માધવસિંહ સોલંકીની દેણ છે. રાજ્યભરમાં મફત કન્યા કેળવણીની પણ તેમના સમયમાં શરૂઆત થઈ હતી. આર્થિક વિકાસની યોજનાઓમાં પણ માધવસિંહ સોલંકીનું મહત્વપૂર્ણ નક્કર યોગદાન છે. પૂર્વ સીએમ માધનસિંહ સોલંકીનો જન્મ 30 જૂલાઇ 1927નો રોજ થયો હતો અને તેમનું નિધન 9 જાન્યુ. 2021ના રોજ થયું છે.

 
માધવસિંહનું જીવન

– 30 જૂલાઇ 1927ના રોજ થયો હતો જન્મ
– વર્ષ 1973,1975,1982, 1985માં ગુજરાતના મુખ્ય મંત્રી રહ્યાં
– ગુજરાત વિધાનસભામાં 182માંથી 149 બેઠકો જીતવાનો રેકર્ડ
– દેશના આયોજનમંત્રી અને વિદેશમંત્રી પણ રહ્યા
– સ્વાતંત્ર્ય સંગ્રામથી માધવસિંહ ગાંધીજીની ફોજમાં જોડાયા
– ઇન્દુલાલે એમને પોતાના સહાયક બનાવી ચકાસ્યા
– મફત કન્યા કેળવણી ગુજરાતમાં લાવ્યા
– ખામ થિયરી માટે જાણીતા હતા
– ગુજરાતના આર્થિક વિકાસની અનેક નક્કર યોજનાઓ લાવ્યા
– સમગ્ર દેશમાં મધ્યાહન ભોજન યોજના લાવ્યા હતા
– પત્રકારત્વ, રાજકારણ અને સાહિત્ય સાથે જોડાયેલા રહ્યાં
– ફિલ્મ અને પ્રવાસનનો પણ અનોખો શોખ હતો

સંબંધિત સમાચાર

Next Article