ગુજરાતમાં સ્ટાઇપેન્ડ મુદ્દે જુનિયર તબીબોની હડતાળ છે. જેમાં દર્દીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમાં જુનિયર ડોક્ટર્સ એસોસિયેશન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આજથી 6 હજાર રેસિડેન્ટ ડોક્ટરો કામથી અળગા રહ્યા છે. તેમાં હડતાળને લઇ ફરી એકવાર દર્દીઓની મુશ્કેલીમાં વધારો થવાનો છે.
દેશમાં સૌથી વધુ ગુજરાતમાં સ્ટાઇપેન્ડ અપાતું હોવાનો દાવો છે. 2 દિવસ અગાઉ સરકારે 20 ટકા સ્ટાઇપેન્ડ વધારો કર્યો છે. જેમાં ગુજરાતમાં 1 લાખથી વધુ સ્ટાઇપેન્ડ મળવા છતાં વિરોધ શરૂ થયો છે. જેમાં તામિલનાડુમાં 50000, હિમાચલ પ્રદેશમાં 40000 સ્ટાઇપેન્ડ તથા મધ્યપ્રદેશમાં 69000, કેરળમાં 55000 સ્ટાઇપેન્ડ તેમજ મણિપુરમાં 50000, મેઘાલયમાં 75000 સ્ટાઇપેન્ડ, રાજસ્થાનમાં 72000, તેલંગણામાં 58000 સ્ટાઇપેન્ડ છે. તેમજ કર્ણાટકમાં 90000, ઓડિશામાં 83000 સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.
રાજ્યભરમાં સ્ટાઇપેન્ડ મુદ્દે જુનિયર તબીબો હડતાળ પર છે. જેમાં 40 ટકા સ્ટાઇપેન્ડ વધારાની માગ સાથે વિરોધ શરૂ થયો છે. તેમજ જુનિયર ડોક્ટર્સ એસોસિયેશન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આજથી 6 હજાર રેસિડેન્ટ ડોક્ટરો કામથી અળગા રહ્યા છે. હડતાળને લઇ ફરી એકવાર દર્દીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સ્ટાઈપેન્ડ મુદ્દે આજથી તબીબો હડતાળ પર છે. જેમાં JDA દ્વારા હડતાલનું એલાન કરવાના આવ્યું છે. 40 ટકા સ્ટાઇપેન્ડ વધારાની માગ સાથે આજથી 6 હાજર જેટલા રેસિડેન્ટ ડોક્ટરો કામથી દૂર રહેશે. ડોક્ટરોની હડતાળના પગલે ફરી એકવાર ગરીબ દર્દીઓની મુશ્કેલીમાં વધારો થશે. તેમાં સ્ટાઈપેન્ડ મામલે આજે ડોક્ટરો હડતાલ પર છે. દેશમા સૌથી વધુ સ્ટાઈપેન્ડ ગુજરાતમાં આપવામાં આવે છે. જેમાં ગુજરાતમાં એક લાખથી વધુ સ્ટાઈપેન્ડ મળવા છતાં દર્દીઓને રઝળતા મૂકી ડોક્ટરો હડતાલ કરશે.