વેક્સિનેશન પ્રક્રિયામાં અંધાધૂંધીઃ આજથી કોવિશીલ્ડનો પહેલો ડોઝ લેનારને 42 દિવસે બીજો ડોઝ મળશે

Webdunia
બુધવાર, 12 મે 2021 (11:48 IST)
શહેરમાં પુરજોશમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. લોકો વેક્સિન લેવા માટે ઉત્સાહ દર્શાવી રહ્યા છે. અનેક જગ્યાઓ પર વેક્સિનેશન સેન્ટરો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવે છે પરંતુ કેટલીક અવ્યવસ્થાઓના કારણે લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા નવા બનેલા કોમ્યુનિટી હોલ ખાતે આજથી કોરોના વેક્સિનેશન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું.

45 વર્ષથી ઉપરના લોકોને આ કેન્દ્ર પર ફ્રીમાં વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે પહેલા જ દિવસે ભારે અંધાધૂંધી સર્જાઈ હતી. ભારત સરકાર તરફથી આજે મળેલી ગાઈડલાઈન અનુસાર, કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લઈ ચૂકેલ વ્યક્તિઓ, પોતાનો બીજો ડોઝ 42 દિવસ પછી જ લઇ શકશે.આ પ્રકારની પ્રોસેસ કોવિન સોફ્ટવેરમાં આજથી અપડેટ કરી દેવામાં આવેલ છે.વળી 42 દિવસ બાદ કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ મુકાવવાથી વધુ ફાયદો થાય છે.મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા માટે પહોંચી ગયા હતા. પરંતુ કોઈ સરખી વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો. બીજીતરફ આજથી કોવિશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ લેવા આવેલા લોકોને હવે 42 દિવસ પૂર્ણ થયા હોય તો જ વેક્સિન આપવામાં આવશે તેવા બદલાવના કારણે રજિસ્ટ્રેશન ન થતાં પાછું ફરવું પડ્યું હતું.ખોખરા વિસ્તારમાં આવેલા નવા વસાવડા કોમ્યુનિટી હોલ ખાતે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિનેશન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય સુરેશ પટેલ, મેયર કિરીટ પરમાર અને ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

સંબંધિત સમાચાર

Next Article