આજે 1 મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસથી યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ થઇ ગયો છે. જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે તેવા 10 જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં યુવાનોને આજથી વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવશે. સ્થળ પર રજીસ્ટ્રેશનની જોગવાઇ ન હોવાથી
cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે યુવાનોને જ વેક્સિન અપાશે.