શહેરમાં કોરોના સંક્રમણ વધતા આજથી તમામ AMTS અને BRTS બસો રહેશે બંધ

Webdunia
ગુરુવાર, 18 માર્ચ 2021 (00:05 IST)
શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે આજે કેસની સંખ્યા અમદાવાદમાં 250ને પાર થઈ છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલ એટલે કે ગુરુવારે સવારથી જ તમામ AMTS અને BRTS બસો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એકપણ રૂટ પર AMTS અને BRTS બસ જ્યાં સુધી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.  આવતીકાલથી AMTS અને BRTS બસ સેવા બંધ થશે.  બસોમાં વધુ ભીડ ભેગી થતી હોવાથી એએમસીએ ના છુટકે આ નિર્ણય લેવામાં આવ્યો છે. AMCએ જણાવ્યું છે કે આગામી સૂચના ન મળે ત્યાં સુધી AMTS અને BRTS બસ સેવા બંધ રખાશે.
 
AMCએ આ ઉપરાંત અન્ય સ્થાન પણ બંધ કરવાનો આપ્યો છે આદેશ જે આ મુજબ છે 
 
અમદાવાદમાં કાલથી તમામ ગેમ ઝોન બંધ
 
તમામ જિમ પણ અનિશ્ચિતકાળ માટે બંધ
 
અમદાવાદમાં તમામ સ્પોર્ટ્સ ક્લબ પણ બંધ
 
કોરોના સંક્રમણ ઘટાડવા AMCનો નિર્ણય
 
રિવરફ્રન્ટ પણ અનિશ્ચિતકાળ સુધી બંધ
 
ઉસ્માનપુરા, ફ્લાવર ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક બંધ

સંબંધિત સમાચાર

Next Article