કેનેડામાં ગંભીર બિમારીથી ગ્રસ્ત દર્દીનો જીવ પાટણની એક મહિલાએ બચાવ્યો, જાણો કેવી રીતે

Webdunia
રવિવાર, 10 જાન્યુઆરી 2021 (08:17 IST)
જીવનમાં ક્યારે કોણ કોના કામમાં આવી જાય. સાત સમુદ્ર પાર કેનેડામાં બ્લડ કેન્સરથી પીડિત એક દર્દીની હાલત ગંભીર હતી. તેને સ્ટેમ સેલની જરૂર હતી. પરંતુ લાખોમાં એક બિરલા કોઇ એવો હોય છે જેના સ્ટેમ સેલ આ પ્રકારે મેચ થઇ જાય છે. કેનેડાના આ દર્દીના નસીબ જોર કરી ગયું અને ગુજરાતના પાટણ જિલ્લાના નાનકડા ગામમાં રહેનાર 40 વર્ષીય દક્ષાબેન પટેલના સ્ટેમ સેલ તેમની સાથે મેચ થઇ ગયા. 
 
દક્ષાબેન વર્ષ 2013માં ગામમાં એક કેમ્પના આયોજન દરમિયાન કૂતૂહશ વશ પોતાના સ્વોબ સેમ્પલ આપ્યા હતા. તેમણે તેની ઉપયોગિતા વિશે ખબર પણ ન હતી. પરંતુ સેમ્પલ આપ્યા ના સાત વર્ષ બાદ તેમના સેમ્પલ કલેક્ટ કરનાર સંસ્થા દાત્રી તરફથી સંદેશ મળ્યો કે સુદુર કેનેડામાં એક ગંભીર દર્દી સાથે તેમના સેમ્પલ મેચ થાય છે અને તે સ્ટેમ સેલ ડોનેટ કરીને તેનો જીવ બચાવી શકે છે. આટલા વર્ષો પછી આ સંદેશ આવતાં તે આશ્વર્ય પામ્યા. પરંતુ પોતાના પતિ અને પરિવારજનોના પ્રોત્સાહ પર તેમણે સ્ટેમ સેલ ડોનેટ કર્યા અને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં તેને અમદાવાદથી કેનેડા મોકલવામાં આવ્યા. 
 
દક્ષાબેને જણાવ્યું હતું કે હું કોઇના જીવનને બચાવવા કામ આવી શકી તેને મારું સૌભાગ્ય સમજુ છું. દાત્રીની પ્રતિનિધિ જલ્પાબેન સુખનંદીએ મીડિયાને જણાવ્યું કે સ્ટેમ સેલ ડોનેશન વિશે સમાજમાં હજુ પુરતી જાગૃતતા નથી . દાત્રીના માધ્યમથી ગુજરાતમાં અત્યાર સુધી ફક્ત સાત મહિલાઓએ સ્ટેમ સેલ ડોનેશન કર્યું છે. ભારતભરમાં આ આંકડો 91 ડોનરોનો છો. રસપ્રદ વાત એ છે કે 91માંથી 23 દાતાઓના સ્ટેમ સેલ વિદેશી દર્દી સાથે મેચ થાય છે

સંબંધિત સમાચાર

Next Article