થ્રી ઇટિયટ મુવીની માફક વીડિયો કોલમાં જોઇ કરાવી ડિલીવરી

Webdunia
મંગળવાર, 3 નવેમ્બર 2020 (10:13 IST)
ગુજરાતના ઉનામાં 3 ઇડિયટ પિક્ચર ની માફક એક ઘટના થઇ ગઇ.  ઘટનામાં 3 ઇટિયટ પિક્ચરમાં અભિનેતા આમિર ખાને વીડિયો પર ડોક્ટરની મદદથી પ્રસૃતિ કરાવી નવજાત શિશુનો જીવ બચાવ્યો હતો. તે પ્રકારે ઉનામાં પણ 108 કર્મીએ મહિલાની ડિલીવરી કરાવી બાળકના બંધ હદ્યને ફરીથી ધબકતું કરી તેનો જીવ બચાવી લીધો. 
 
મળતી માહિતી અનુસાર ઉનાના સનખેડા ગામમાં રાધા જાદવને શનિવારે પ્રસવ પીડા ઉપડી હતી. આ જાણકારી 108ને આપવામાં આવી. ત્યારબાદ એમ્બુલન્સ મહિલાને હોસ્પિટલ લઇ જઇ રહી હતી. તે દરમિયાન મહિલાને ભારે દુખાવના કારણે 108 એમ્બુલન્સ રસ્તામાં અટકાવી દેવી પડી. તેમાં હાજર સ્ટાફે ડોક્ટરની મદદથી પૂછીને મહિલાની ડિલિવરી કરાવી. 
 
આ દરમિયાન બાળકીનો જન્મ થયો. પરંતુ બાળકી રડી રહી ન હતી અને શ્વાસ પણ લઇ રહી ન હતી. ત્યારે અમદાવાદના ડોક્ટરે વીડિયો કોલની મદદથી બાળકીને કૃત્રિમ શ્વાસ આપવામાં આવ્યો અને ઓક્સિજન આપીને તેના ધબકારા ફરીથી શરૂ કરવામાં આવ્યા. ત્યારબાદ બાળકીને હોસ્પિટલ લઇ જઇ સારવાર કરાવવામાં આવી. આ પ્રકારે વીડિયો કોલ અને એમ્બુલન્સના સ્ટાફની હોશિયારીથી એક બાળકીનો જીવ બચી ગયો.

સંબંધિત સમાચાર

Next Article