ગુજરાત સરકારે આંકડા જાહેર કર્યાં : 1.96 લાખ બાળકો કુપોષણના શિકાર

Webdunia
સોમવાર, 16 ડિસેમ્બર 2019 (14:27 IST)
ગતિશીલ ગુજરાત, વાઈબ્રન્ટ ગુજરાતની સરકાર ભલે ગમે તેટલી બૂમો પાડતી હોય પણ કઠોર વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં 1.96 લાખ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. આ આંકડો ખુદ સરકારે જાહેર કર્યો છે, જેની સામે નિશાન સાધતા કોંગ્રેસે દાવો કર્યો છે કે આ આંકડો મોટો હોઇ શકે છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય બૂનમબેન પરમારે પ્રશ્ન પૂછતાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે ગુજરાતમાં 1.96 લાખ બાળકો કુપોષિત છે, જેમાં 1.55 લાખ બાળકોનું વજન ઓછું છે અને 41090 બાળકો તો ભયંકર કુપોષણનો ભોગ બન્યા છે. રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું હતું કે આંગણવાડી અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બાળકો વચ્ચે કુપોષણ કામ કરવા અભિયાન ચલાવવામાં આવ્યું છે. રાજ્યમાં આંગણવાડીઓઅને માના ગર્ભ અને બાળકને પોષણયુક્ત આહાર મળે. આના માટે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ઘર ઘર જઇને તપાસ કરવામાં આવે છે. આ મામલે કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા ખોટા છે. ખરેખર તો આ આંકડો મોટો હોઇ શકે છે. આદિવાસી વિસ્તારોમાં તો આંગણવાડીનો અભાવ છે.

સંબંધિત સમાચાર

Next Article