Gujarat Weather - ગુજરાતમાં હજુ આ દિવસે કમોસમી વરસાદની આગાહી, કેરીના બગીચા ધરાવનારા લોકોની ચિંતામાં વધારો

Webdunia
શુક્રવાર, 28 એપ્રિલ 2023 (09:15 IST)
ગુજરાતમાં એક બાજુ ગરમી તો બીજી બાજુ સતત કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 5 દિવસ સુધી કમોસમી વરસાદ પડશે. જેને લઇ ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે. આજે રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, તાપી, રાજકોટ અને અમરેલીમાં માવઠું પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીને વચ્ચે બનાસકાંઠા જિલ્લાનું વાતાવરણ પલટાયું છે. જિલ્લામાં બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કરા સાથે વરસાદ પડ્યો છે. ધાનેરાના બોર્ડર વિસ્તારમાં વહેલી સવારે કરા સાથે વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત બન્યા છે.  

<

Rainy weather has been observed in #Gujarat over #Rajasthan border since morning#Gujaratweather #rain pic.twitter.com/SjNkTVEy4Y

— Weatherman Uttam (@Gujarat_weather) April 28, 2023 >
 
હવામાન વિભાગ દ્વારા તારીખ 27, 28, 29, 30 એપ્રિલ અને 01 મે એમ 5 દિવસ માટે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આજરોજ રાજ્યના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, મોરબી, દેવભૂમિ-દ્વારકા, જામનગર અને કચ્છ સહિતના જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
આજે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ડાંગ, નર્મદા, તાપી, કચ્છ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટમાં વરસાદની આગાહી કરાઈ છે.  વૈશાખ મહિનામાં ધોમ ધખતા તાપ વચ્ચે માવઠું થતા ફરી એકવાર ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. ધારી પંથકમાં કેરીની ઉતરવાની તૈયારી છે, ત્યારે જ વાતાવરણમાં પલટો આવતા કેરીના બગીચા ધરાવનારા લોકોની ચિંતામાં પણ વધારો થયો છે.
 
29 અપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અને  દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને ડાંગના કેટલાક વિસ્તારોમાં તો સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 30 એપ્રિલના રોજ ગુજરાતના અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છ જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ ગાજવીજ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article