ગુજરાતના 3 IPS અધિકારીઓની બદલી, મહેસાણા એસપીની દાહોદ ખાતે બદલી

Webdunia
બુધવાર, 27 મે 2020 (15:29 IST)
મહેસાણા એસપી મનિષસિંહની દાહોદ સીઆરપીએફ ગૃપ ખાતે બદલી કરીને પોરબંદરના એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલને મહેસાણામાં મૂકવામાં આવતાં આ બદલી કરવામાં આવતાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કડી પોલીસ સ્ટેશનના કર્મીઓ સામે દારૂના વેચાણ મામલે ગુનો નોંધાયા બાદ બદલી કરવામાં આવતાં ના ખુલાસા સામે આવી શકે છે. મહેસાણા એલસીબી પીઆઈ એસ.એસ.નિનામાની પણ જૂનાગઢ ખાતે બદલી કરાતાં દારૂ પ્રકરણ અનેક પોલીસ કર્મચારીઓનો ભોગ લે તેવી સંભાવના છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં પીઆઇ અને પીએસઆઇની આંતરિક બદલીઓનો દોર રાજ્ય સરકારે શરૂ કરી દીધો છે. એસ.બી.મોડિયાની કડીમાં પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે. બેચરાજી પીઆઇ જી.એસ.પટેલની એસઓજીમાં બદલી કરવામાં આવી છે. જે.ડી.પંડ્યાની ઈન્ચાર્જ પીએસઆઇ તરીકે બદલી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં પીઆઇ અને પીએસઆઇની આંતરિક બદલીઓનો દોર રાજ્ય સરકારે શરૂ કરી દીધો છે. એસ.બી.મોડિયાની કડીમાં પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે. બેચરાજી પીઆઇ જી.એસ.પટેલની એસઓજીમાં બદલી કરાઈ છે. જે.ડી.પંડ્યાની ઈન્ચાર્જ પીએસઆઇ તરીકે બદલી કરાઈ છે.
 
તાજેતરમાં જ કડી પોલીસ સ્ટેશનનાં પીઆઈ, 2 પીએસઆઈ અને 6 પોલીસ કર્મચારીઓ સામે વિદેશી દારૂના મુદ્દામાલના વેચાણ મામલે ગાંધીનગર એસપી દ્વારા તપાસ કરાયા બાદ ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ હજી શરૂ થઈ નથી તેવામાં મંગળવારે મોડી સાંજે મહેસાણા એસપી મનિષસિંહની દાહોદ SRPF ગૃપ ખાતે બદલી કરી દેવામાં આવી હતી. 
જ્યારે તેમની જગ્યાએ પોરબંદર એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત કડીના દારૂ વેચાણ પ્રકરણ મામલે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એસ.એસ.નિનામાની પણ જૂનાગઢ ટ્રેનીંગ સ્કુલ ખાતે બદલી કરાઇ હતી.

સંબંધિત સમાચાર

Next Article