અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાજ્યના 79 IAS અધિકારીઓની બદલીના આદેશ
શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (12:10 IST)
દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની હાજરી વચ્ચે પક્ષના અનેક પ્રશ્નોને વાચા મળશે એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું. પરંતુ તેમની મુલાકાત બાદ ગુજરાતમાં મોટાપાયે બદલીઓ થવાનો રીપોર્ટ જાહેર થતાં અનેક અટકળો શરુ થઈ હતી. અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાજ્યના 79 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારની કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં બદલી કરવામાં આવી છે. સામાન્ય વહીવટના એડિશનલ ચીફ સેક્રેટરી સંગીતાસિંઘની ગૃહ વિભાગમાં બદલી કરવામાં આવી છે. જ્યારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિડના મેનેજિંગ ડિરેક્ટર અને રાજ્ય સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી તથા ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગનો વધારાનો હવાલો સંભાળી રહેલા પંકજ જોશીને GUVNLમાંથી હવે સંપૂર્ણ રીતે પ્રિન્સિપલ સેક્રેટરી અને ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.