ગુજરાત સરકારે પોલીસની દિવાળી સુધારી, 538 બિન હથિયારી ASIને PSIનું પ્રમોશન આપવામાં આવ્યું

Webdunia
બુધવાર, 8 નવેમ્બર 2023 (17:59 IST)
રાજ્ય સરકારે ગુજરાત પોલીસની દિવાળી સુધારી છે. છેલ્લા કેટલાક સમયથી ASIમાંથી PSIના પ્રમોશનની વાતો ચાલી રહી હતી. તેમાં આજે સરકાર દ્વારા ASIમાંથી PSI પ્રમોશનને મંજૂરી આપવામાં આવી છે. આજે 538 બિન હથિયારી ASIને PSIનું પ્રમોશન આપવામાં આવ્યું છે. હવે તેઓ અલગ અલગ જગ્યાએ PSI તરીકે ફરજ બજાવશે. થોડા સમય પહેલા પણ હેડ કોન્સ્ટેબલમાંથી ASIનું પ્રમોશન આપવામાં આવ્યુ હતું. હાલમાં પોલીસ ખાતામાં PSIની ઘટ છે. સરકારના આ નિર્ણયથી રાજ્યને 538 નવા PSI મળશે.

 
બિન હથિયાર ASIમાંથી બિનહથિયારી PSI વર્ગ-3 ની ખાલી જગ્યાઓ ખાતાકીય બઢતીથી ભરવાની બાબતને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર વર્ગ-૩ની ૫૩૮ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે બઢતીથી ભરવાની નીચેની શરતોને આધિન મંજુરી આપી છે.

આ બઢતી હાલમાં રાજ્યમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી હોવાથી, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ સધન કરવાના હેતુથી આ જગ્યાઓ ભરવી હિતાવહ હોવાના કારણે હાલમાં સિનિયર ASI બઢતી માટે લાયક ન થાય ત્યાં સુધી નિયત લાયકાત ધરાવતા જુનિયર ASIઓને શરતી અને હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article