રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 54 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ 432 દર્દીઓ થઈ ગયા છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં 54 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં અમદાવાદમાં 31, વડોદરામાં 18, આણંદ 3, સુરત 1 અને ભાવનગરમાં 1 પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. અમદાવાદમાં વધુ 31 કેસ નોંધાતા હવે શહેરમાં કુલ 186 કોરોનાના દર્દી થઈ ગયા છે.
આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, હોટસ્પોટ વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ચેપને હોટસ્પોટ વિસ્તારમાં જ ડામવા માટે અને એ વિસ્તારોમાં એકમાંથી બીજામાં ચેપ ન પ્રસરે એ માટે એક-એક વ્યક્તિનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કેસોમાં વધારો થઇ રહ્યો છે.
corona virus
છેલ્લા 24 કલાકમાં 1593 ટેસ્ટ કર્યાં છે. જેમાંથી 124 પોઝિટિવ આવ્યા છે અને 34 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધી કુલ 8300 ટેસ્ટ કરવામાં આવ્યા છે.